આક્ષેપ:સોળસુંબા ગ્રા.પં.માં ભ્રષ્ટાચારની તપાસ કરતા TDO સામે આક્ષેપ

ઉમરગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ-ઉપસરપંચે વિકાસમાં ઉઘરાણાનો આક્ષેપ કર્યો

સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ તેમજ પંચાયતનું કામ કરતા ઠેકેદાર દ્વારા શનિવારે તાલુકા વિકાસ અધિકારી સામે ભ્રષ્ટાચાર સહિત કેટલાક મુદ્દે આક્ષેપો કરી જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે.જોકે આજ અધિકારી પંચાયતના ભ્રષ્ટાચરની રાવ અંગે તપાસ કરી રહ્યા છે.

ઉમરગામની સોળસુંબા ગ્રા.પં.ના સરપંચ બલદેવ સુરતી, ઉપસરપંચ અમિત પટેલ તેમજ પેવર બ્લોકનું કામ કરતા ઠેકેદાર હિતેન પંચાલે ટીડીઓ અક્ષયસિંહ રાજપુત સામે વિકાસના કામો માટે કોઈ મોટા રાજકીય આગેવાનના ઇશારે છેલ્લા એક વર્ષથી મોટું કમિશન લેતા હોવાનું અને મનમાની કરી હેરાન કરતા હોવાથી ગામના વિકાસની ગતિ ધીમી પડી હોવાના આક્ષેપો કર્યા છે.

જોકે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે 16સુંબામાં કરવામાં પંચાયત અધિનિયમને નેવે મૂકી ચાલતા વહીવટ સામે ખુદ સભ્યોએ ફરિયાદ કરી હાય તેની તપાસ ચાલી રહી છે. તાજેતરમાં પ્રાથમિક શાળા પરાંગણમાં બ્લેકના કામનું ચેકિંગ કરી માપ લેતા નિયત કરતાં ઓછું જણાયું હતું. આ પ્રકારના કામો થતા હોય હું તપાસ કરું એની સામે સરપંચ અને ઉપસરપંચ નારાજગી વ્યક્ત કરે છે એ વ્યાજબી નથી. મારા સામેના આક્ષેપો પાયા વિહોણા છે.

અન્ય સમાચારો પણ છે...