ઉત્સુક્તા:ઉમરગામ બેઠક પર ભાજપના ઉમેદવારની જાહેરાત પર સૌની મીટ

ઉમરગામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિટીંગ ધારાસભ્ય રિપિટ થશે કે નવો ચહેરો

વિધાનસભાની 182 ઉમરગામ બેઠક પર ભાજપ સિટીંગ ધારાસભ્ય રમણ પાટકરને રિપીટ કરશે કે નહીં તે રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. આ બેઠક પર ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ કયા ઉમેદવારની પસંદગી કરશે તેની ઉમરગામ તાલુકાના મતદારોમાં ભારે ઉત્સુક્તા સાથે ચર્ચા જોવા મળી રહી છે.ઉમગામ તાલુકાના વર્તમાન ધારાસભ્ય રમણ પાટકર ફરી રિપીટ થશે કે નહીં તેની રાજકીય ચર્ચા જોરશોરમાં છે. બીજી તરફ શિક્ષિત યુવા કાર્યકર્તાઓએ આ સીટ માટે પાર્ટી સમક્ષ ઉમેદવાર તરીકેની તૈયારી માટે પોતાના બાયૉડેટા આપ્યા છે.

જેમાં ઉમરગામના વારલી સમાજના બી.સી.વારલી જેઓ હાલે ગુજરાત સરકારમાં જીઆઇડીસી વિભાગના ચીફ એન્જિનિયર તરીકે સેવા આપી રહ્યા છે. જેમણે પણ ટિકિટ માંગી છે. ઉપરાંત અન્ય કેટલાક નામો પણ પાર્ટીઓની યાદીમાં હોય ભાજપ કોને ટિકિટ ફાળવશે તે અંગે ભારે કુતુહલતા હાલે ઉમરગામના મતદારોમાં જોવા મળી રહ્યું છે.

વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14મી નવેમ્બર છે જોકે, અત્યાર સુધીમાં કોંગ્રેસ અને આપ પાર્ટીએ કેટલીક બેઠક ઉપર ઉમેદવારના નામો જાહેર કર્યા છે. જ્યારે ભાજપે હજી સુધી એક પણ ઉમેદવાર જાહેર કર્યો નથી. જેને લઇને સમગ્ર જિલ્લામાં ભાજપ પાંચ બેઠક ઉપર કયા ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળશે તે જોવાઇ રહ્યું છે. ભાજપ બુધવારે સાંજે અથવા ગુરૂવારે સવારે યાદી જાહેર કરે એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...