તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ઉમરગામ મામલતદાર કચેરીમાં મહિલા બિલ્ડર- કોંગ્રેસ આગેવાન વચ્ચે હાથાપાઇ

ઉમરગામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન અરજી મુદ્દે વિવાદ વકર્યો, રાકેશ રાય વિરુદ્ધ છેડતીની ફરિયાદ

સરીગામના મહિલા બિલ્ડર અસ્મિતા જોશી અને સરીગામ ગામના જ કોંગ્રેસ આગેવાન રાકેશ રાય વચ્ચે સોમવારે ઉમરગામ મામતલેદાર કચેરી પરિસરમાં હાથાપાઇના બનાવથી ચક્ચાર ફેલાઇ હતી ઘટનામાં મહિલા બિલ્ડરે રાકેશ રાય સામે છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સરીગામમાં રહેતી અને બિલ્ડરના વ્યવસાય સાથે જોડાયેલી અસ્મિતાબેન જોશીએ ઉમરગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, સરીગામની હંસાબેન કોભ્યાએ તેમની સામે લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ અરજી કરી હતી. જે અરજીના કામે જવાબ લખાવવા સોમવારે મામલેતદાર કચેરીએ ગઈ હતી. તે સમયે કચેરીના કમ્પાઉન્ડમાં જ સરીગામના રાકેશ રાયે તેણીનો હાથ પકડી લીધો હતો અને ખરાબ શબ્દો બોલી ખરાબ ઈશારો કર્યો હતો અને ઘમકી આપી હતી. ઉમરગામ પોલીસે આ બનાવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બન્ને વચ્ચે કોઈ જમીન મિલકતની અરજીને લઈ ચાલતા વિવાદના કારણે મામતલેદાર કચેરીમાં બન્ને ભેગા મળતા બન્ને વચ્ચે શરૂ થયેલી બોલાચાલી બાદ બન્ને વચ્ચે હથાપાઇ થઈ હતી. ત્યારબાદ મહિલાએ રાકેશ રાય વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ રાકેશ રાયે પણ અસ્મિતાબેન જોશી વિરુદ્ધ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપી હતી. જેમાં મહિલા બિલ્ડરે ધાક-ધમકી આપી હાથ ઉપાડ્યો હોવાના આક્ષેપો કર્યા છે ઉમરગામ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. રાકેશ રાય કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા હોય આ સમયે આ ઘટનાને લઈ રાજકારણ ગરમાયું હતું. આ બનાવમાં રાકેશની લેખિત ફરિયાદના 5 કલાક બાદ મહિલા બિલ્ડર અસ્મિતા બેને ફરિયાદ કરતાં રાકેશ રાય સામે ગુનો નોંધ્યો છે. જોકે મામલતદાર કચેરીમાં લાગેલા સીસી કેમેરાના ફૂટેજ જોયા વિના પોલીસે રાકેશ સામે છેડતીની ફરિયાદ નોંધી હોવાનું રાકેશ રાયના સમર્થકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...