આક્રોશ:ઉમરગામ સરપંચ સંઘના માજી પ્રમુખની અગ્નિ સ્નાનની ચીમકી

ઉમરગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરાબ રેકર્ડવાળા-અન્ય પાર્ટીના લોકોને ભાજપમાં સમાવતા રોષ

ઉમરગામ તાલુકા ભાજપ દ્વારા પાયાના કાર્યકર્તાઓ સાથે ઓરમાયું વર્તન કરી કેટલાક નવા નિશાળયા ઓનો રેકર્ડ જાણ્યા વિના ‘હાજીર તે વજીર’ની નીતિ અપનાવી અન્ય પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં પણ કેટલાક લોકોને પાર્ટીમાં સામેલ કરવામાં આવી રહ્યા હોવા બાબતે તાલુકા સરપંચ સંઘના માજીપ્રમુખ મહેશ મસિયાએ આવી નીતિથી નારાજ થઈ શોસિયલ મીડિયાના માધ્યમથી જાહેરમાં અગ્નિસ્નાન કરવાની ચીમકી આપતા રાજકીય માહોલ ગરમાયો છે.

ઉમરગામ તાલુકામાં વર્તમાન ધારા સભ્ય રમણલાલ પાટકર વયો વૃદ્ધ થવાથી તેમને પાર્ટી આ વખતે રિપીટ નહીં કરે તે માટે એક વર્ગ ભૂગર્ભમાં અત્યારથીજ ફિલ્ડિંગ કરી રહ્યો છે. ત્યારે રમણ પાટકર પણ પોતાના કાર્યકર્તાઓનો વ્યાપ વધારવામાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ” જે હાજીર તે વજીર “ તેમ કોઈ પણ હોઈ કોંગ્રેસ પક્ષનો કે પછી ભીલીસ્થાન ટાઇગર સેના. આ નીતિના કારણે સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓમાં નારાજગી વધી રહી છે.

જેમાં માલખેત ગામના માજીસરપંચ તેમજ વર્તમાન જિલ્લા પંચાયતના સભ્ય ઉષાબેનના પતિ મહેશભાઈ મસિયાની પેનલ સરપંચની ચૂંટણીમાં પરાજીત થયા બાદ પ્રતિસ્પર્ધી વિજયતા ટીમને ભાજપના તાલુકા પંચાયત સભ્ય મહેશ આહિરની આગેવાની હેઠળ ધારાસભ્ય રમણ પટકારના દરબાર સુધી લઈ જઈ ભાજપમાં સમાવેશ કરવામાં આવતા મહેશભાઇ નારાજ થઈ અગ્નિસ્નાન કરવાની ચીમકી આપી છે. તેમણે ખુદ શોસિયલ મીડિયામાં મેસેજ અને ઓડિઓ વાઇરલ કરતાં મામલો ભાજપ મોવડી મંડળ સુધી પહોચ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

BTS લોકોને સમાવતા નારાજગી વ્યક્ત કરી
માલખેત ગામને કોંગ્રેસ મુક્ત બનાવવા માટે 20વર્ષ મહેનત કર્યા બાદ પાર્ટીએ હાલે તક સાધુ ટાઈગર સેનાના લોકોને મારી જાણ બહાર ભજપમાં સમાવેશ કરતાં મને નારાજગી વ્યક્ત કરવાની ફરજ પડી છે.- મહેશ મસિયા, માજીસરપંચ, માલખેત ગામ

અન્ય સમાચારો પણ છે...