તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસ્ટ ઓઇલની કાળી ચાદર:ઉમરગામના દરિયા કિનારે ફરી વેસ્ટ ઓઇલની કાળી ચાદર પથરાઈ

ઉમરગામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 17 વર્ષથી ચોમાસામાં ટારબોલ તણાઇ આવે છે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમરગામ તાલુકાનાં કાંઠે દરિયાઈ ભરતીમાં વેસ્ટ ઓઇલ કિનારીએ આવવાની ઘટના બનતા ઉમરગામ, નારગોલ, સરોન્ડા જેવા ગામોના કિનારે ઓઇલ વેસ્ટની કાળી ચાદર પથરાયેલી જોવા મળી રહી છે. ઉમરગામ તાલુકાનાં નારગોલ સહિત કાંઠા વિસ્તારના ગામોના દરિયા કિનારે ભારતીમાં વેસ્ટ ઓઇલ મોટી માત્રામાં તણાઇ કિનારે આવતા સ્થાનિક માછીમારો તેમજ પર્યાવરણવાદીઓ ચિંતાનું વાતાવરણ પ્રસરી ચૂક્યું છે.

17 વર્ષથી ચોમાસાના આગમન સમયે દરિયામાંથી ટારબોલ તરીકે ઓળખાતું કાળું ઓઇલ મહારાષ્ટ્રના કેળવા, દહાણુંથી ગુજરાતના ઉમરગામ તાલુકાના ગામોના દરિયા કિનારેથી છેક વલસાડના તિથલના સુધી આવતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...