મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી વિસ્તારની દસ વર્ષીય વિદ્યાર્થીનીનું અપરણ કરી બળાત્કાર કરી હત્યા કરેલી લાશ ગુજરાતની હદમાં ફેંકી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે જેને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. જોકે મહારાષ્ટ્ર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.
દક્ષિણ ગુજરાતના છેવાડાના ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી ગામે 10 વર્ષની બાળકી 1 માર્ચે શાળાએ ગયા બાદ મોડે સુધી પરત ન ફરતા તેના વાલીઓએ બાળકી ગુમ થયાની તલાસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દસ વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર કરી હત્યા
પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન જાણ્યું હતું કે, બાળકીના વાલી સાથે એક વ્યક્તિનો નાણાંકીય વ્યવહારને લઈને અણ બનાવ બન્યો હતો. જેની અદાવતમાં અપહરણની શંકાને લઇ તપાસ આગળ ધપાવતા દરમિયાન આજુબાજુ વિસ્તારના સીસી કેમેરાના ફૂટેજ ફંગોળતા વિદ્યાર્થીનીને કોઈ ઇસમ પોતાની બાઈક ઉપર બેસાડીને લઈ જતો હોવાનું દેખાયું હતું.પોલીસે તપાસ દરમિયાન 45 વર્ષીય રમેશ દુબળા નામની વ્યક્તિ હોવાનું જાણવા મળતા ચોંકી ગઈ હતી.
ઉમરગામ પોલીસની મદદથી મહારાષ્ટ્ર પોલીસે બાળકીની લાશનો કબજો લીધો
પોલીસે તેને તુરંત સકંજામાં લઇ સઘન પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેણે અપહરણ કરેલી વિદ્યાર્થીની સાથે બળાત્કાર કર્યા બાદ તેણીની હત્યા કરી લાશને ઉમરગામ તાલુકાના સંજાણ પંથકના વંકાસ ગામે વન વિભાગની જમીનમાં ફેંકી દીધી હતી. ઉમરગામ પોલીસની મદદથી મહારાષ્ટ્ર પોલીસે બાળકીની લાશનો કબજો લીધો હતો.પોલીસે આરોપી સામે અપહરણ, બળાત્કાર,પોક્સો અને હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બોર્ડર પર આવેલા ગામમાંથી અપહરણ કરીને લાશને સંજાણ માર્ગ પર વંકાસ ગામે વન વિભાગના જંગલમાં ફેકી હતી.
પોલીસે 4 ટીમ બનાવી ગુનો ઉકેલ્યો
મહારાષ્ટ્રના તલાસરી અને દાહણું પોલીસી આરોપીને પકડવા તલાસરી જિલ્લાના પોલીસ અધિક્ષક બાળાસાહેબ પાટીલના માર્ગદર્શનમાં અલગ અલગ 4 ટીમ બનાવી હતી.આ ટીમે 24 કલાકમાં આરોપીને ઝડપી પાડી બાળકીના અપહરણ,બળાત્કાર અને હત્યાનો ગુનો ઉકેલવામાં સફળ રહી હતી.જેમાં ઉમરગામ પોલીસની પણ મદદ લીધી હતી.આ કેસની વધુ તપાસ દાહણું પોલીસ મથકના અજય વસાવે કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.