કાર્યવાહી:ભગવાન રામ માટે વાંધા જનક પોસ્ટ કરનારા 4ની ધરપકડ

ઉમરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરગામના ઇસમોએ બીભત્સ કોમેન્ટ કરી હતી

ઉમરગામમાં રામ નવમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીરામ વિષે કેટલાક ઇસમોએ બીભત્સ કોમેન્ટ કરવામાં આવી હતી જેને લઇ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો. જોકે પોલીસે તાત્કાલિક પગલા લઇ આ પોસ્ટ મુકી કોમેન્ટ કરનારા 4ની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર ઉમરગામ તાલુકામાં શ્રી રામ નવમી પર્વની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી. રામનવમીનો પર્વ હોવાનું જાણવા છતાં ઉમરગામ ગાંધીવાડી સોળસુંબા સંજાણ વિસ્તારના કેટલાક વિધર્મી યુવાનોએ ઈરાદા પૂર્વક ભગવાન શ્રીરામ વિષે વાંધાજનક અસલીલ પોસ્ટ મુકી ગાળાગાળી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેને લઇ હિન્દુઓની લાગણી દુભાવા સાથે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

સ્થાનિક કોમી એકતા તોડાવા હિન્દુ અને મુસ્લીમ કોમ વચ્ચે તકરાર કરાવાના ઇરાદે શોસિયલ મીડિયામાં મલીન ઇરાદાથી આ પ્રકારનું કૃત્ય કરતાં ઉમરગામ ગાંધી વાડી વિસ્તારનું વાતાવરણ ડોહળાયું છે. જોકે આ બાબતે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જીવરાજસિંહ રાઠોડ રહે ઉમરગામનાએ નોંધાવી હતી. ઉમરગામ પોલીસે આ ગુનામાં અમન મન્સૂરી રહે સંજાણ મચ્છી બજારની બાજુમાં, સાહિલ રિયાઝ શેખ ઉંમર વર્ષ 19રહે સોળસુંબા રેલ્વે સ્ટેશનની બાજુમાં, એજાઝ મેરાઝ સૈયદ ઉંમર વર્ષ 19 રહે શ્વેતા એપાર્ટમેન્ટ સોળસુંબા ક્રિષ્ના નગર,સમીર ખાન શરીફુલખાન ઉમરગામ ગાંધીવાડી મચ્છી માર્કેટ અને શુભાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી હાલમાં ચાર જણાની ધરપકડ કરી વધુ તપાસ ઉમરગામ પી.આઇ મહેશએ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. રામનવમીના તહેવાર બાદથી અનેક જગ્યાએ કોમી એકતાને તોડવા તેમજ ભડકાઉ કોમેન્ટ કરનારા ઇસમો સામે પોલીસે બાઝનજર રાખી છે.

અન્ય સમાચારો પણ છે...