એક ફળિયામાં બે રાજ્ય:ગુજરાત બોર્ડરે છેવાડાના અંતિમગામના 36 પરિવારનું રહેવાનું મહારાષ્ટ્રમાં પણ મતદાન ગુજરાતમાં કરશે

ઉમરગામ16 દિવસ પહેલાલેખક: યતિન ભંડારી
  • કૉપી લિંક
  • ગુજરાતનું ગોવાડા ગામના આ પરિવાર મહારાષ્ટ્રના બોર્ડરના ઝાયગામે વર્ષોથી સ્થાઇ થયા જ્યાં હવે ત્રીજી પેઢીનો વસવાટ

ગુજરાત રાજ્યના પ્રવેશ દ્વાર સમો ઉમરગામ તાલુકાનું ગોવાડા ગામમાં આવેલ નવીનગરી વિસ્તારમાં 36 પરિવાર મહારાષ્ટ્રના ઝાયગામે વસવાટ કરે છે. નવીનગરીથી ઓળખાતા આ વિસ્તારમાં બે મકાન એવા પણ છે જે મહારાષ્ટ્ર રાજ્યની ઝાય ગ્રામ પંચાયતની અંદર નોંધણી થયેલા છે જે મકાનમાં રહેનારા મહારાષ્ટ્ર રાજ્યના મતદારો છે જ્યારે પાડોશમાં રહેતા અન્ય પરિવારો ગુજરાત રાજ્યની અંદર પોતાનો મત અધિકાર ધરાવે છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે વિભાજન થયા બાદ ગુજરાતનું ગોવાડા ગામની અંદર જે તે સમયે ગૂજરાત સરકાર દ્વારા શરૂ કરેલી ગરીબો માટે નવીનગરી યોજના અંતર્ગત ગામમાં મકાન વિહોણા ગરીબ પરિવારો માટે મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ ખુલ્લી જમીન ખાતે મકાનો બનાવી નવીનગરી સ્થાપિત કરવામાં આવી હતી. આ વિસ્તાર મહારાષ્ટ્ર રાજ્યના ગોવાડા ગામને અડીને આવેલો છે. સરકારી રેવન્યુ રેકોર્ડ ઉપર કોઈપણ પુરાવા આ વિસ્તારના રહીશો પાસે આજે પણ નથી.

જે તે સમયે 15 જેટલા આવાસો નિર્માણ કરી નવીનગરી યોજના અંતર્ગત 15 પરિવારને ત્યાં સ્થાયી કરવામાં આવ્યા હતા. જેઓની નોંધણી ગ્રામ પંચાયત ગોવાડા ગુજરાત રાજ્યમાં થઈ હતી. આજે આ ફળિયાની અંદર 36 મકાનો આવેલા છે. મહારાષ્ટ્ર રાજ્યના ગામને અડીને આવેલા આ ફળિયાના બે મકાન મહારાષ્ટ્ર રાજ્યના ઝાય ગામની અંદર નોંધણી થયેલા છે. ગુજરાત મહારાષ્ટ્રની હદ ખાતે આવેલ આ ફળિયાની અંદર બે રાજ્યો છુપાયેલા જોવા મળે છે. એક તરફ મહારાષ્ટ્ર રાજ્યના મકાનો તો બીજી તરફ ગુજરાત રાજ્યના મતદારોના મકાનો.

કોઇ સરહદ ના ઇન્હે રોકે |એક ફળિયામાં બે રાજયના લોકો શાંતિપૂર્વક વર્ષોથી વસવાટ કરી રહ્યા છે
મહારાષ્ટ્રનું ઝાય ગામ અને ગુજરાતનું ગોવાળા ગામનું ફળિયું નવીનગરી.આ ફળિયાનો બંને રાજયમાં સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રના મતદારોને મુસીબત, ગુજરાતનાને સરકારી લાભ મળ્યો
ગુજરાતમાં નોંધણી થયેલા મતદારોને સરકાર દ્વારા વિવિધ યોજના જેવી કે રસ્તા પાણી મકાન મળી ચૂકી છે જ્યારે વર્ષોથી મહારાષ્ટ્ર રાજ્યના મતદારો સરકાર શ્રી તરફથી મળવાપાત્ર લાભની રાહ જોઈ બેઠા છે જેઓ ગુજરાતના વિકાસની ખુલ્લા મનથી પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે . ચંૂટણીને લઇ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો.

મહારાષ્ટ્રની હદમાં સૌ સંપીને રહે છે
ભૌગોલિક રીતે ગોવાડા ગામનુ નવીનગરી ફળિયુ મહારાષ્ટ્ર રાજ્યની જમીન હદમાં છે. વર્ષો પહેલા આ જમીન ખુલ્લી હોવાથી જે તે સમય સ્થાનિક રાજકીય અટકળોમાં કેટલાક વ્યક્તિઓને ગામથી બહાર આ યોજનાનો સહારો લઈ મોકલી આપવામાં આવ્યા હતા. અહીં નવીનગરીની સ્થાપના કરવામાં આવી હતી વાસ્તવિકતામાં નવીનગરી ગુજરાતમાં નહીં પરંતુ મહારાષ્ટ્ર રાજ્યની હદમાં છે તેમ છતાં નિર્વિવાદિત રીતે સૌ સંપીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે. ચોક્કસ હદ અને સ્પષ્ટતા ન હોવાથી નવીનગરીના 100થી વધુ લોકો ગુજરાતના મતદારો છે અને વર્ષોથી તેઓ ગુજરાતમાં મતદાન કરી રહ્યા છે.વર્ષોથી પરિવારો એકબીજા સાથે સંકળાયેલા છે. > રમેશભાઈ માછી, રહીશ , મહારાષ્ટ્ર

અન્ય સમાચારો પણ છે...