તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઉમરગામના બંગલામાંથી 2 લાખ રોકડ સાથે 3.50 લાખની ચોરી

ઉમરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર કામ અર્થે બહાર ગયો હતો

ઉમરગામ ટાઉન ખાતે આવેલ સુંદરવન સોસાયટીના એક બંધ બંગલામાં અજાણ્યા ચોર ઈસમો પ્રવેશી કબાટમાંથી રોકડા 2 લાખ અને દાગીના મળી કુલ 3.50 લાખની ચોરી કરી ગયા હતા. પરિવાર કોઇક કામ અર્થે બહારગામ ગયું હોવાથી તસ્કરો બારીની ગ્રીલ કાપી અંદર પ્રવેશ્યા હતા.

ઉમરગામ ટાઉનથી સ્ટેશન માર્ગ ઉપર અકરા મારુતિ મંદિરથી થોડાક અંતરે આવેલા સુંદરવન સોસાયટીમાં બંગલા નં.2 ફરિયાદી રેખાબેન ભગવાનભાઈ રાઉત પરિવાર સાથે રહે છે. ગત 4થી મેના રોજ તેઓ કોઇ કામ અર્થે બંગલાને તાળું મારીને બહાર ગયા હતા. રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યા ઇસમો બંગલો બંધ રહેતા લોખંડની બારીની ગ્રીલ અન્ય સાધન વડે તોડી અંદર પ્રવેશી ગયા હતા. બેડરૂમના કબાટને ખોલી અંદરથી સોનાની ચેન તથા રોકડા રૂપિયા 2 લાખ મળી કુલ 3,50,000ના મત્તાની ચોરી કરી ચોર ઈસમો ભાગી જવામાં સફળ રહ્યા હતા.

ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ઉમરગામ પોલીસે ચોરીનું પગેરું શોધવા તજવીજ હાથ ધરાઇ છે. કોરોના કાળમાં જ તસ્કરો બંગલામાંથી ચોરી કરી જવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. કોરોના કાળમાં બેકારી વધી જવાના કારણે કેટલાક લોકો ચોરી ચપાટી જેવા ગુના તરફ પ્રેરાયાનું જણાય છે.

અન્ય સમાચારો પણ છે...