તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:ઉમરગામની હેવર્ડ કંપનીમાં 2.90 લાખની ચોરી, સીસીટીવી કેમેરામાં 3 ચોર દેખાયા

ઉમરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીના પાછળના ભાગે બારીની ગ્રીલ કાપી કંપનીમાં પ્રવેશ્યાં હતા

ઉમરગામ જીઆઇડીસીમાં ફેસ એકમાં આવેલી હેવર્ડ સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શનિવારે રાત્રીના અગિયારથી પોણા બાર વાગ્યાના સમયે કોઈ ચોર ઈસમોએ કંપનીના પાછળના ભાગે આવેલ બારીની ગ્રીલ કોઈ સાધન વડે તોડી કંપનીમાં પ્રવેશ્યા હતા. કંપનીમાં રાખેલા કાપડ બનાવવાના મશીનોમાં લાગેલ 29 કાર્ડ સેટ જે એક કાર્ડની કિંમત રૂપિયા 10 હજાર મળી કુલ રૂપિયા 2.90 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. કંપનીના મેનેજરે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ચોરીની ઘટના પ્રકાશમાં આવતા કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ત્રણ અજાણ્યા ચોરી કરતા દેખાયા હતા. રાત્રીએ 3 તસ્કરો ચોરી કરવા કંપનીમાં ઘૂસ્યા હતા.

જોકે, કંપનીમાંથી અન્ય કોઇ સામાનની નહિં અને માત્ર મશીન ઉપર લગાવવામાં આવેલા કાર્ડ સેટની જ ચોરી થતા કંપનીનો જ કોઇ જાણકાર ઇસમ ચોરી કરી ગયો હોવાનું જણાય રહ્યું છે. હાલ તો ઉમરગામ પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવીને આરોપીની અોળખ માટેના પ્રયાસ હાથ ધર્યા છે. ચોરી અંગેની પોલીસમાં ફરિયાદ કંપનીના મેનેજર શશીશંકર ગુલાબચંદ ત્રિવેદી રહે. ઉમરગામ ગાંધીવાડીએ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો કંપનીના શકમંદ ઈસમોની પોલીસે ઊલટ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...