તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનું આયોજન:ઉમરગામ પંચાયતની ચૂંટણી માટે પ્રથમ દિવસે 23 ફોર્મ ગયા, તાલુકા પંચાયત 8, જિલ્લા પંચાયત 3 અને પાલિકા માટે12 ફોર્મ ઉપડ્યા

ઉમરગામ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઉમરગામ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્રક મેળવવાની શરૂઆત કરી છે પ્રથમ દિવસે જિ.પં.ની 8 બેઠક માટે 3,તાલુકા પંચાયતની 30 બેઠક માટે 8 અને પાલિકાની 28 બેઠક માટે 12 ઉમેદવારી પત્ર ઉપડ્યા હતા.

સોમવારે ઉમરગામ તાલુકા પંચાયત, નગરપાલિકા, મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્રક ભરવાના પ્રથમ દિને એક પણ ઉમેદવારી પત્રક ભરાયું ન હતું. જોકે કેટલાક ગણતરીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક મેળવી જરૂરી દસ્તાવેજો મેળવવા માટેની તજવીજ કરતાં જોવા મળ્યા હતા. હજી સુધી કોઇ પણ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. રાજકીય પક્ષના દાવેદારો મેન્ડેડની કાગડોળે રાહ જોય રહ્યા છે.

ભાજપ પક્ષ દ્વારા વિધિવત ઉમેદવારો ની યાદી જાહેર થયા બાદ ઉમરગામ નગર પાલિકા વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાઓમાં ભારે અશાંતોષ નો માહોલ સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી જેનો સીધો લાભ કોંગ્રેસ પક્ષને થઈ શકે પરંતુ ઉમરગામ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની સક્રિય કામગીરી નજરે પડી રહી નથી. ઉમરગામ પાલિકાની ચૂંટણીને લઇને કયા ઉમેદવારોને ટિકિટ મળશે તે મુદ્દે હાલ શહેરમાં ચર્ચાઓ ચાલી રહી છે.

રાકેશ રાય સહિત 3 ઉમેદવાર ફોર્મ લઇ ગયા
ઉમરગામ તાલુકામાં રાજકીય રીતે અનેક મહત્વ ધરાવતી જિલ્લા પંચાયત સરીગામ બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ તરફથી અનુભવી એવા રાકેશભાઈ કમળાશંકર રાયે તેમજ અન્ય ત્રણ તાલુકા પંચાયત ઉમેદવારો માટે તાલુકા પંચાયત કચેરીએથી ઉમેદવારી ફોર્મ મેળવ્યા હતા.

આ ચૂંટણીમાં પણ અપક્ષ સભ્યોની બોલબાલા
ઉમરગામ નગરપાલિકામાં રાજકીય ઘમાસાણ ભાજપ કોંગ્રેસ અને કેટલાક વોર્ડમાં અપક્ષ ઉમેદવારોની દાવેદારીને લઈ તર્ક-વિતર્કોચાલી રહ્યા છે વોર્ડ નંબર 1,2,4 અને 5માં અપક્ષ ઉમેદવારી નોંધાવે તો ત્રિપાંખિયો જંગ થશે જે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો