વર્ષોથી આ ગામ કોંગ્રેસનું ગઢ હતું:ભાઠી કરમબેલીના સરપંચ સહિત 200 કોંગી ભાજપમાં

ઉમરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરગામ તાલુકાનું કરમબેલી ગામ મહારાષ્ટ્રના સીમાડાને અડીને આવેલું ગામ છે વર્ષોથી આ ગામ કોંગ્રેસનું ઘઢ હતું. ગત ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત વ્યક્તિ સરપંચ તરીકે પણ ચૂંટાયો હતો. જોકે આ ગામના સરપંચ સહિત 200 થી વધુ કાર્યકર્તાઓ એક સાથે ભાજપમાં જોડાતા આ ગામ હવે ભાજપનું ઘઢ બની ગયું છે.

ધારાસભ્ય રામલાલ પાટકર ની હાજરીમાં એક સાથે ભાજપનો ખેસ પહેરી તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ ભગવો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા તેમનું પાર્ટીના પ્રમુખ દિલીપ ભંડારીએ સ્વાગત કર્યું હતું. સ્થાનિક કાર્યકર્તા રાજુભાઈ રાઉતે ગામમાં પધારેલા પાર્ટીના હોદ્દેદારો તેમજ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...