તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ઉમરગામ પાલિકાની 28 બેઠક માટે 2 ને રિપીટ કરાયા

ઉમરગામ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપે નવા ચહેરાઓનો દાવ ખેલ્યો

ઉમરગામ પાલિકાની ચૂંટણી માટે ભાજપે યાદી જાહેર કારની સાથેજ જૂના કાર્યકર્તાઓમાં નારજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપે ક્યારે વિચાર્યું ન હોય એવા નવા નામોની યાદી જાહેર કરી માત્ર 2 ઉમેદવાર રિપીટ કરવા સિવાય તમામ નવાને ટિકિટ આપી છે.વર્ષ 2016ની ચૂંટણીમાં ચૂંટાયેલા ભાજપના વોર્ડ નંબર 3ના સભ્ય અને હાલ પ્રમુખ રામસબદ્દ સિહ, વોર્ડ નંબર 6ના આનંદસિંઘ અને અપક્ષ તરીકે વોર્ડ નંબર 2માંથી જીતેલા અને પાછળથી ભાજપમાં જોડાયેલા ગૌરવ માછીને ભાજપે રિપીટ કર્યા છે.

જ્યારે અન્ય તમામ ઉમેદવારો નવા નિશાળીયા છે.ગત ચૂંટણીમાં વોર્ડ 1માં પાયાના કાર્યકરોની અવગણનાથી ભાજપે તમામ બેઠક ગુમાવી હતી. આ ચૂંટણીમાં પાયાના કાર્યકર્તાઓની નારાજગીથી કોંગ્રેસને મહેનત વિના મોટો ફાયદો થવાની શક્યતા ભાજપના નારાજ સભ્યો વર્ણાવી રહ્યા છે.

ઉમરગામ પાલિકાની વર્ષ 2016ની ચૂંટણીમાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 15 કોંગ્રેસને 8 અને અપક્ષને 5 બેઠકો મળી હતી. ગટ ટમના પરિણામે સૌની ચૌકાવી દીધા હતાં. આ વખતની ચૂંટણીમાં ભાજપે મોટા ભાગના ઉમેદવારો નવા ચહેરા છે. જેથી પરિણામ પર શું અસર થશે તેનું રાજકીય વર્તુળમાં ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો