તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની છેલ્લા દિન સુધી ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, આ.પ અને ૨૩ અપક્ષ મળી કુલ કુલ 111 ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો રજૂ કર્યા છે. ઉમેદવારી પત્રકોની ચકાશણી બાદ તા 16 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પરત ખેંચવાના દિને બોપોરે 03 વાગ્યા સુધી ડમી ઉમેદવારોના નામો નીકળ્યા બાદ ખરું ચિત્ર સ્પષ્ટ થશે. જોકે 30 બેઠક ની સામે ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે. કોંગ્રેસ પક્ષ આ ચુંટણીમાં ઉમેદવારોની પેનલ પણ ઉતારવામાં અસફળ પુરવાર થઈ છે.
ત્યારે ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ નહીં મળતા નારાજ અસંતુષ્ટો ચૂંટણી જંગમાં અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા છે જેમાં ભાજપના સ્થાનિક કદાવર નેતા અને ભૂતકાળમાં ભાજપ તરફથી જંગી બહુમતીથી વોર્ડ નંબર-01 માં જીતી પાલિકાના કારોબારી અધ્યક્ષ, ઉપપ્રમુખની જવાબદારી નિભાવી ચૂકેલા એવા ઉમરગામ ટાઉન ભાજપના પાયાની ઈટ ગણાતા તન્ના પરિવારના આશિષભાઈ તન્ના, નિતેશભાઇ મસોલિયા, એડવોકેટ કવિતાબેન પટેલની ટિકિટ કપાતા આખરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા અનેક વોર્ડમાં ઉમેદવારો પણ પૂરતા ઉતારી નહીં શકતા આગામી ચૂંટણી ભાજપ અને અપક્ષ વચ્ચે ખેલાશે.
બહુધા વોર્ડમાં ત્રિપાંખયો જંગ જોવા મળશે. ભાજપના મુખ્ય કાર્યકર્તાઓ પણ અપક્ષ તરીકે ઉમેદવારી કરતાં ચૂંટણી ટાણે રાજકારણ વધુ ગરમાયું છે. પાલિકાના 7 વોર્ડમાં કુલ 28 સભ્યો માટે યોજાનારી ચૂંટણીમાં વોર્ડ નં. 6 માંથી બહુજન સમાજ પાર્ટીના 4 ઉમેદવારો અને 23 અપક્ષ હવે કોની બાજી બગાડે છે તે જોવું રહ્યું.
નારાજ ભાજપીઓનો લાભ નહીં લઈ શકી કોંગ્રેસ – પેનલ ઉતારવામાં અસફળ
કોંગ્રેસ પક્ષને ઉમેદવારો નહીં મળતા આખરે અનેક વોર્ડમાં ઉમેદવારો ઉતારવામાં પણ અસફળ રહી. વોર્ડ નંબર 02માં માત્ર 01 અને વોર્ડ નંબર 05 માં એક પણ ઉમેદવાર કોંગ્રેસનો નહીં હોવાથી કોંગ્રેસનું નિરાસાજનક પ્રદર્શન ચૂંટણીનાં પ્રથમ પગથીયામાં પ્રદશિત થયું છે. કોંગ્રેસનાં કહેવાતા સ્થાનિક નેતાઓએ ભાજપ પક્ષ સાથે આંતરિક સમજૂતી કરી કોંગ્રેસને ખાડામાં પાડવાનો તક્તો પહેલાથીજ ગોઠવી દીધાની ચર્ચા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.