તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાનહના દાદરા ગામે બે વર્ષ પહેલા એક મહિલાનું પાકીટ ચોરી કરી બાઈક પર ભાગતી વખતે એક રાહદારી વ્યક્તિને ટક્કર મારતા મોત થવાના કેસમાં કોર્ટે બે આરોપીઓને 3 વર્ષની સજા ફટકારી છે.14એપ્રિલ 2019ના રોજ રાત્રે 8:30 કલાકે ગૌતમ અરૂણસિંહ રહેવાસી ડુંગરા અને રાકેશ શંભુપ્રસાદ માલી રહેવાસી પાલી રેસીડન્સી દાદરા જેઓ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે વાઘધારા રોડના વળાંક પાસે જલારામ મંદિર નજીક ઓટોરિક્ષામાં બેસેલી ગીતા નામની ગર્ભવતી મહિલાનું પર્સ છીનવી બંને બાઈક પર ભાગ્યા હતા ત્યારે રોડ કિનારે પગપાળા જઈ રહેલા રાજારામ ગારેલ ઉ.વ.50 રહેવાસી દુધનીને ટક્કર મારતા ગંભીર ઈજા થતા ઘટના સ્થળ પર જ તેનું મોત થયું હતુ.
આ પર્સ છીંનવી ભાગતા બાઈક સવાર બંને ઇસમ પણ ઘાયલ થયા હતા.જેમાં પાછળ બેસેલો ઇસમ તક મળતા ભાગવામાં સફળ થયો હતો.સ્થાનિકોએ 108માં ઘાયલ બાઈક ચાલકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.ઘટનાની જાણ થતા દાદરા પોલીસને થતા ઘટના સ્થળે તપાસ કર્યા બાદ બંને બાઈક ચાલાક સામે આઇપીસી કલમ 279,338,556,304(2)અને 34 મુજબ ગુનો નોંધી બીજા આરોપીની પણ ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો.
આ ઘટનાનો કેસ કોર્ટમાં ચાલતા સેશન કોર્ટના ન્યાયાધીશ ઉજ્જવલા એમ.નંદેશ્વરએ સરકારી વકીલ ઓરનાલ્ડો મિરાન્ડા અને બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ બન્ને આરોપી ગૌતમ અરૂણસિંહ અને રાકેશ શંભુપ્રસાદ માલી વિરુદ્ધ ધારા 279 અને 34માં 6મહિનાની જેલ અને 500રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જો દંડ ન ભરે તો પાંચ દિવસની વધુ જૈલની સજા,એજ રીતે ધારા 379માં ત્રણ વર્ષની સજા અને 2 હજાર રૂપિયાનો દંડ,304એમાં 2વર્ષની સજા અને 3 હજારનો દંડની સજા ફટકારી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.