પાક તૈયાર થતા કાપણી શરૂ:દાનહમાં નવરાત્રિ પૂર્ણ થતા ખેડૂતોએ ડાંગરના પાક કાપણીની શરૂઆત કરી

સેલવાસ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરો ભીના હોવાથી ડિવાઈડર પર, પાળ પર પાકને સુકાવાયો

નવરાત્રી મહોત્સવ પૂર્ણ થતાની સાથે જ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા ગામડાઓમાં ડાંગરનો પાક તૈયાર થઇ ગયો છે. વરસાદ બંધ પડતા જ ગામડાઓમાં ડાંગરનો પાક તૈયાર થઇ ગયો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ગામડાઓમાં ડાંગરના પાકની કાપણી શરૂ કરી દેવાઇ છે. જોકે, હાલમાં ખેતરો ભીના હોવાથી ખેડૂતો દ્વારા માર્ગ કિનારે, ડિવાઈડર પર, પાળ પર પાકને સુકવવામાં આવી રહ્યો છે.

ડાંગરનો પાક તૈયાર થઇ ગયો છે. આ વર્ષે વરસાદ ડાંગર માટે લાભદાયક સાબિત થયો છે. સાથે આ વર્ષે તુવેર, મગ, જુવાર, મગફળી, નાગલીની ખેતીનો પાક પણ સારો રહી શકે એમ છે. ગામડાઓમાં ડાંગરના પાકની કાપણી પણ શરૂ થઇ છે. દાદરા નગર હવેલીના નરોલી, દાદરા, મસાટ,રખોલી, ખાનવેલ, રાધા, સીલી, કીલવણી, રૂદાના, માંન્દોની, સિંદોની, દૂધની, ખેરડી, અંબાબારી, બિલધરી, સેલટી, ગોરાતપાડા, વેલુગામ, ડોલારા તેમજ ગુજરાતના ગામડાઓ જેવા કે લવાછા, કરમખલ, નાની તંબાડી, મોટી તંબાડી તેમજ મહારાષ્ટ્રના વિવિધ ગામડાઓમાં ડાંગરનો પાક તૈયાર થતા કાપણી શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...