આયોજન:કાર્યકર્તાની જેમ લોકોના કામો કરી જનતાના વિશ્વાસમાં ખરા ઉતરીશું : કલાબેન ડેલકર

સેલવાસ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાનહ સાંસદે લોકોની વચ્ચે જઈ આભાર માનવાનું શરૂ કર્યું

સાંસદ કલાબેન ડેલકર અને શિવસેના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકરે લોકસભાની પેટા ચૂંટણીમાં મળેલી પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ જનતાનો આભાર માનવા જનતાની વચ્ચે જવાનો નિર્ણય કર્યો હતો જેના ભાગરૂપે મંગળવારે કૌંચા અને દુધની પંચાયતના લોકોની વચ્ચે પહોંચ્યા હતા. સભાના મંચ પરથી લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અભિનવ ડેલકરે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે આ ચૂંટણીમાં પ્રદેશની જનતાનું અભૂતપૂર્વ સમર્થન મળ્યંુ છે. જેના કારણે આટલી મોટી અને ઐતિહાસિક જીત મળી છે.

પિતાજી મોહનભાઈ ડેલકર પ્રત્યે પ્રદેશની જનતાનો અપાર પ્રેમનું આનાથી મોટું ઉદાહરણ બીજું શુ હોય શકે. હું અને મા લોકોની વચ્ચે જઈને પણ લોકોના કામો કરવા કટિબદ્ધ છીએ. સાંસદ કલાબેન ડેલકરે જણાવ્યુંુ કે મોહનભાઈ ડેલકરના અધૂરા સપનાને પૂરા કરવાના લક્ષ્ય સાથે આગળ વધીશુ.એક કાર્યકર્તાની જેમ કામ કરવાની પણ તૈયારી કલાબેને બતાવી છે.

શિક્ષકોની સમસ્યાઓનું નિવારણ અને સરકારી નોકરીને સુરક્ષિત રાખવા જ્યાં પણ પહોંચીને લડવા પડે ત્યાં જઈશુ તેવો વિશ્વાસ આપ્યો હતો.આદિવાસીઓના હક્ક અધિકારોના રક્ષણ માટે આદિવાસી વિકાસ સંગઠનના કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરી છે. સભામાં દુધની તથા કૌંચા પટેલાદથી લોકો જોડાયા હતા.ડેલકર પરિવાર તરફથી તમામ માટે ભોજનની વ્યવસ્થા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...