તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વરાછાના ગરબા ગ્રુપની બસ સેલવાસમાં પલટી, 9ને ઇજા

સેલવાસ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ પાસે વરાછાની બસ પલટતાં ઇજાગ્રસ્તોને 108થી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. - Divya Bhaskar
સેલવાસ પાસે વરાછાની બસ પલટતાં ઇજાગ્રસ્તોને 108થી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
  • 56 પ્રવાસી લઈને જતી બસનું સ્ટિયરિંગ લોક થતાં અકસ્માત
  • દુધનીથી સેલવાસ પરત ફરતી વખતે સંઘપ્રદેશ દાનહના શેલ્ટી ગોરાટપાડામાં ઢાળ ચઢતી વખતે દુર્ઘટના સર્જાઈ

સુરતના વરાછાનું એક ગરબા ગ્રુપ રવિવારે સેલવાસ-દુધની ફર્યા બાદ દુધનીથી બસમાં સુરત પરત ફરી રહ્યું હતું ત્યારે સંઘપ્રદેશ દાનહના શેલ્ટી ગોરાટપાડામાં ઢાળ ચઢતી વખતે બસનું સ્ટિયરિંગ અચાનક લોક થતા બસ પલટી મારી ગઇ હતી. 56 લોકોને લઈ જતી બસમાં સવાર 5 મહિલા સહિત 9 પ્રવાસીને ઇજા પહોંચતા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

સુરતના વરાછા વિસ્તારના ગરબા ગ્રુપના કેટલાક યુવક-યુવતીઓ રવિવારે સેલવાસ અને ખાનવેલમાં બસથી ફરવા આવ્યા હતા. બપોરે અઢી વાગ્યાના સુમારે તેઓ દુધની પર્યટન સ્થળથી બસ (નંબર GJ14 X-1771)માં પરત ફરી રહ્યા હતા. ગરબા ગ્રુપના તમામ યાત્રીઓ દુધનીથી બસમાં બેસી બિન્દ્રાબિન ખાતે જમવા માટે નીકળ્યા હતા.

બસમાં ફસાયેલા લોકોને સ્થાનિકોએ દોડી આવી બહાર કાઢ્યા હતા.
બસમાં ફસાયેલા લોકોને સ્થાનિકોએ દોડી આવી બહાર કાઢ્યા હતા.

આ દરમિયાન શેલ્ટી ગોરાટપાડા નજીક બસનું સ્ટેયરિંગ લોક થઈ જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડના કિનારે પલ્ટી મારી ગઇ હતી. બસમાં કુલ 56 લોકો સવાર હતા. જેમાંથી પિયુષ ચોવથિયા (રહે. ખોલવાડ - સુરત) નીતાલી જગદીશ પોલરા (રહે. મોટા વરાછા - સુરત), ભાવેશ વડોદરિયા (રહે. યોગી ચોક, સુરત), ખુશી સારગલીયા (રહે. કારગીલ ચોક- સુરત), કલાબેન ભાવિકભાઈ ડોંગા (રહે. યોગી ચોક- સુરત), કેવલ ભાલાળા (કારગીલ ચોક- સુરત), હાર્દિક પાનેલીયા (રહે. કારગિલ ચોક), હર્ષિતા ગુંદરિયા (રહે. કારગીલ ચોક), પ્રીતિ કાકડિયા (કારગિલ ચોક સુરત)ને નાની મોટી ઈજાઓ થતા ખાનવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાય છે.

જોકે, બસ પલ્ટી મારી ત્યારબાદ સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા પર્યટકોને બહાર કાઢી 108થી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલમાં તુરંત સારવાર મળી હતી. બસમાં સવાર અન્ય લોકો બિલકુલ સુરક્ષિત હોવાથી તેઓ પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...