તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સેલવાસના ખેરડીથી 5.181 કિલો ગાંજા સાથે બેની ધરપકડ

સેલવાસ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને કોર્ટ રજુ કરાતા1 દિવસના રિમાન્ડ મેળવ્યા

દાનહ પોલીસને મળેલ ગુપ્ત જાણકારીના આધારે ખાનવેલની હદમાં ખેરડી ગામે ગેરકાયદેસર ગાંજાનો વેપાર કરતા હોવાની માહિતીના આધારે સ્પેશીયલ ટીમના એએસઆઇ વડાવિયા અને એમની ટીમે રેડ પાડતાં ખાતે બે વ્યક્તિ દિનેશ રામજુ સાંબાર ઉ.વ.23 રહેવાસી ખેરડી ઘોડેમ્બા, સાગીર મુસીર ખાન ઉ.વ.21 રહેવાસી તલાસરી સુથારપાડા મહારાષ્ટ્ર હાલ રહેવાના સ્થળ પર દુકાનમાં સર્ચ કરતાં ત્યાંથી 5.181 કિલો ગાંજો જેની અંદાજીત કિંમત 51810 જેઓ પાસે કોઈપણ જાતની પરમિટ કે લાયસન્સ કંઈ જ ન મળતા ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી બાઇક કબ્જે લીધું હતું.

આ બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધી પીઆઇ એચ.સી.રાઠોડ સાથે પીએસઆઇ દીપિકા ભગત વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આરોપી સાગીર મુશીર ખાન સંજાણના અકરમ ખાન પાસેથી લાવ્યો હતો અને દિનેશ રામજુ સાંબારને આપવા આવ્યો હતો. પોલીસે સંજાણના અકરમ ઉર્ફે મોહમદ ખાન ઉ.વ.34 રહેવાસી ઝુપડપટ્ટી બીએસએનએલ ઓફિસની પાછળ સંજાણની પણ ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...