તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સાગી લાકડાં તસ્કરીમાં ત્રણને 3 વર્ષની સજા

સેલવાસ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

વર્ષ 2017માં ખાનવેલ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન ચૌડા ગામમાં બે રિક્ષામાં લાકડાઓ મુકતા ત્રણ વ્યક્તિઓ શંકાસ્પદ અવસ્થામાં જોવા મળ્યા હતા જેઓને પૂછપરછ કરતા તેઓએ સંતોષજનક જવાબ નહિ આપતા ત્રણે વ્યક્તિ અને લાકડા ભરેલી રિક્ષા સાથે પકડવામાં આવ્યા હતાં. લાકડાંનું વજન કરતા એક ટન થયું હતું અને સાગી લાકડા હોવાનુ જણાઈ આવ્યુ હતું. જેની અંદાજિત કિંમત 18 હજાર રૂપિયા આંકવામાં આવી હતી. પોલીસે આ કેસ વનવિભાગને સુપ્રત કર્યો હતો.

વનવિભાગના અધિકારી આ કેસની તપાસ હાથ ધરી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેમાં સરકારી વકીલની દલીલ અને તપાસ અધિકારી દ્વારા આપવામાં આવેલ પુરાવાના આધારે સેલવાસ કોર્ટનાં દીવાની ન્યાયાધીશ અને મુખ્ય ન્યાય દંડાધિકારી વાય.એસ.પેથનકરે ત્રણે આરોપી વિનોદ સાકા,સુરેશ ભોયા અને મહેન્દ્ર સાંભારને ત્રણ ત્રણ મહિનાની જેલ અને ત્રણ ત્રણ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો