કોરોનાનો કહેર:દમણમાં 10 અને દાનહમાં વધુ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

સેલવાસ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને પ્રદેશમાંથી 7 દર્દીને રજા અપાઇ, એક્ટિવ 81

દાદરા નગર હવેલીમાં રવિવારે નવા 09 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 26 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 5, 927કેસ રીકવર થઇ ચુક્યા છે, પ્રદેશમાં આરટી પીસીઆરના 509 નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાથી 09 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો. રેપિડ એન્ટિજન 105 નમૂના લેવાયા હતા જેમાં એકપણ કેસ પોઝિટિવ આવ્યો ન હતો. 09 પ્રદેશમા કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરાયું 05 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.

દમણ જિલ્લામાં સવાસ્થય વિભાગ દ્વારા રવિવારે 434 નમુના લેવાયા હતા જે પૈકી 10 દર્દીના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દમણમાં છેલ્લા ચાર દિવસથી કોરોના કેસમાં વધારો થયો છે જેને લઇ હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 53 ઉપર પહોંચી છે.\nદાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સરકારી દવાખાનામાં કોવીશીલ્ડ વેક્સીનનું ટીકાકરણ કરવામાં આવ્યુ હતું. જેમા આજે 95 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 42, 9921 અને બીજો ડોઝ 29, 7712 વ્યક્તિઓને આપવામા આવ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે પ્રશાસને હાલમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રદેશમાં પ્રવેશ આપી રહી છે. આ ઉપરાંત રાત્રિ કરફ્યૂ અમલમાં છે.

અન્ય સમાચારો પણ છે...