ચોરી:સેલવાસના કિલવણી નાકા પાસે બેગની દુકાનમાં 25 હજારના સામાનની ચોરી

સેલવાસ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારી એસો.ના જનરલ સેક્રેટરીની દુકાનમાં તસ્કરોએ હાથ સાફ કર્યો

સેલવાસના કિલવણી નાકા મેઈન બજારમાં આવેલી બેગની દુકાનનું શટર તોડી મોડી રાત્રે ચોરી કરી હોવાની ઘટના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મહાજન બેગ હાઉસ તંબોલી ટાવર દુકાન નં. 7ના માલિક સુનિલ મહાજન અને એમનો ભાઈ રાત્રે 10 વાગ્યે દુકાન બંધ કરી ઘરે ગયા હતા.સવારે જયારે ફરી દુકાન ખોલવા આવ્યા ત્યારે જોયુ કે એમના દુકાનની શટરનું તાળુ તુટેલુ હતું અને દુકાનની અંદરનો સામાન પણ વેર વિખેર હાલતમાં હતો.

દુકાન ખોલી જોતા અંદરથી બેગ,ઘડિયાળો અને પરફ્યૂમની બોટલો ચોરાયેલી જોવા મળી હતી. એમણે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા લગાવ્યા હતા પરંતુ તસ્કરોએ બહારથી જ મેઈન સ્વીચ બંધ કરી દીધી હતી જેથી સીસીટીવીમાં કંઇકેપ્ચર થયું ન હતું. દુકાન માલિકના જણાવ્યા અનુસાર અંદાજીત 25 હજારનો સામાન ચોરી થયો છે. દુકાનમાં રોકડા રૂપિયા રાખતા નથી જેથી એ બચી ગયા હતા.સુનિલ મહાજન વેપારી એસોસિયેશનના જનરલ સેક્રેટરી પણ છે તેઓએ સ્થાનિક વેપારીઓને પણ તાકીદ કરી કે ચોર ટોળકી સક્રિય હોય દરેક સાવધાન રહેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...