તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરુણતા:સેલવાસમાં પતિની ચિતા ઠંડી ન થઈ એ પહેલા પત્નીનું પણ કોરોનાથી મોત; બાળદેવી ગામના ભાજપના કાર્યકર દંપતીના મોતથી માતમ

સેલવાસ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેલવાસ બળદેવી ખાતે પતિની ચિતા ઠંડી થાય એ પહેલા પત્નીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. સેલવાસ બળદેવી નવાળા ફળિયામાં રહેતા જુના ભાજપના કાર્યકર્તા એવા બાબુભાઇ ઉર્ફ ઈશ્વરભાઈ સંજયભાઈ પટેલ લગભગ ગત 25-26 એપ્રિલે એમની તબિયત બગડી જેઓને વાપી બાદ સેલવાસની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ઓક્સિજન લેવલ ડાઉન થતા એમને સેલવાસ સિવિલમાં ખસેડાયા હતા.

બાબુભાઈને ફેફ્સાંમાં ભારે ઇન્ફેક્શનના કારણે એમનું ગત શનિવારે બપોરે બે વાગ્યે નિધન થયું હતું. એ દરમ્યાન એમની પત્ની પણ સેલવાસ સિવિલમાં સારવાર લઈ રહી હતી જેઓને પણ ફેફ્સામાં ભારે ઇન્ફેક્શન હતું. હજુ પતિની ચિતા ઠંડી પડી ન હતી ત્યાં એજ દિને રાત્રે 11 કલાકે લીલાબેન બાબુભાઇ પેટલનું પણ નિધન થયું હતું.

આમ એકજ દિવસમાં એકજ ઘરમાં પતિ અને પત્નીનું નિધન થતા સમગ્ર બાળાદેવી ગામમાં શોકની લાગણી ફરી વળી હતી. બાબુભાઈને બે દીકરી અને એક દીકરો છે. દીકરીના લગ્ન થઇ ચુક્યા છે. દીકરો કુંવારો છે. બાબુભઈ 10 વર્ષથી ભાજપના બાળદેવી ખાતેના નામી કાર્યકર્તા હતા.

અન્ય સમાચારો પણ છે...