તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાંસદ ડેલકર આપઘાત કેસમાં SIT ટીમે પરિવારના નિવેદન લીધા

સેલવાસ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત ફેબ્રુઆરીમાં મુંબઇની હોટલમા ફાંસો ખાધો હતો

સાંસદ સ્વ.મોહન ડેલકરે મુંબઈ ખાતે એક હોટલમા એક સુસાઇટ નોટ લખી આત્મહત્યા કરી હતી. સ્યુસાઇડ નોટમાં પ્રશાસક સહિત ઉચ્ચ અધિકારી સામે કેટલાક આક્ષેપ કર્યા હતા. આ સંદર્ભે મૃતક સાંસદના પુત્ર અભિનવ ડેલકરે મુંબઈ પોલીસમા સુસાઇડ નોટમાં જે પ્રશાસક સહિત મુખ્ય આઠ વ્યક્તિઓના નામ લખ્યા હતા. તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ એસાઈટીને સોંપવા માટે મહારાષ્ટ્ર ગૃહમંત્રીને રજૂઆત કરતા તેઓ દ્વારા આ કેસની તપાસ એસાઈટીને સોંપવામા આવી છે. જેની તપાસ માટે બુધવારે સેલવાસ ખાતે એસઆઇટીની ટીમ આવી હતી.

મૃતક સાંસદ ડેલકર પરિવારના સભ્યોની પૂછપરછ કરી જરૂરી જાણકારી મેળવી હોવાની જાણકારી મળી છે. જેના કારણે દાનહના અધિકારીઓ અને પદાધિકારીમાં દોડધામ મચી છે. આ કેસમાં મુંબઈ હાઈકોર્ટ દ્વારા પણ અેફઆઇઆરમાં જે અધિકારીઓનો ઉલ્લેખ કરાયો છે એમણે તપાસમાં સહયોગ આપવાની પેરવી કરી છે. કલેકટરે એફઆઇઆર રદ કરવા માટે હાઇકોર્ટમાં ગયા હોવાથી હાલ કોર્ટે તેઓની ધરપકડ ઉપર સ્ટે મુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...