તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:આદિવાસી એકતા પરિષદની જૂની કમિટીને બરખાસ્ત કરાઇ

સેલવાસ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંઘપ્રદેશના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે રામુભાઇ ભવરનું નામ જાહેર

દાનહ અને દમણ દીવ આદિવાસી એકતા પરિષદની કારોબારી સમિતિ બેઠક મળી હતી જેમાં જૂની કારોબારી સમિતીને બરખાસ્ત કરી નવી સમિતીની જાહેરાત કરાઇ હતી. દાનહ આદિવાસી એકતા પરિષદ દ્વારા કાર્યકારિણી સમિતિની બેઠક અથોલા કાર્યાલય ખાતે યોજાઇ હતી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રેમ કડુના નામનો પ્રસ્તાવ પાસ કરાયો હતો. સાથે જ પ્રદેશ સ્તરની જુની કમિટી બરખાસ્ત કરવાનો ઠરાવ પાસ કરી અને નવી કમિટી ગઠિત કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય સંયોજક તરીકે વિનય કુવરા, પ્રદેશ અધ્યક્ષ રામુભાઇ ભવર, કાર્યકારી અધ્યક્ષ અશોક વળવી, ઉપપ્રમુખ.આશિક મિશાલ, લક્ષમણ ભાવર,સચિવ વિક્રમ ડાવરે, ગણેશ આંધેર, વિલાસ નડગે, કિસાન મોરચા અધ્યક્ષ રાજેશ ઉર્ફે સુરેશ વઘાત, સેલવાસ ઝોન અધ્યક્ષ.વિશાલ રડીયા, પાલિકા અધ્યક્ષ.વિજય ભુરકુડની નિયુક્તિ કરાઇ હતી.

બેઠકમાં સંવૈધાનિક અધિકાર અનુસુચિ-5વી,પેસા કાનુન, રુઢિપ્રથા, આરક્ષણ, કોરોના મૃતકોના પરિજનોને સહાય આપવા, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, આર્થિક પાયમાલી, જેવી તમામ સમસ્યાઓ સહિત પ્રજાલક્ષી પ્રશ્નોને લઈ જનઆંદોલન અને સંગઠન મજબુત કરવા માટે વિસ્તૃત સંવાદ કર્યો હતો. આ સાથે એકતા પરિષદ દાનહના ફાઉન્ડર બાબલુ સરકારી નોકરીમાંથી નિવૃત્તિ થતા તેમનું સન્માન કરાયું હતું. બેઠકમાં 20 પંચાયત અને પાલિકાના મુખ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...