તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:દાનહમાં કોવીડ વેક્સિન લેનારાની સંખ્યા 2.50 લાખ નજીક પહોંચી

સેલવાસ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18+ યુવાઓની સંખ્યા પાલિકા વિસ્તારમાં 64,713 ને પાર

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોવીડ વેક્સિન લેનારાઓની સંખ્યા 2.50 લાખ નજીક પહોંચી છે, એજ પ્રમાણે 18+ યુવાઓની સંખ્યા પાલિકા વિસ્તારમાં 64,713ને પાર કરી ચુકી છે.

દાનહમાં કોવીડ વેક્સિનને લઈ જાગરૂકતા આવી છે. ખાસ કરીને સેલવાસ વિસ્તારના 64,713 18+ યુવકોએ રસી લીધી હતી. એજ પ્રમાણે 45થી વધુ ઉંમરના લોકોની સંખ્યા 22, 413 કુલ 87, 126 કરતા વધુ લોકોએ રસીનો લાભ લીધો છે. એજ પ્રમાણે ગામડાઓમાં દાદરા ખાતે 18 પ્લસના યુવકોની સંખ્યા 15,180 છે. એની સામે 45થી વધુ ઉંમરના લોકોની સંખ્યા 5,486નો રિપોર્ટ મળ્યો છે. અંતરિયાળ વિસ્તારોની વાત કરીએ તો રૂદાના પટેલાદ સૌથી પાછળ છે, અહીંયા યુવકોની સંખ્યા 840 છે તો 45થી વધુ ઉંમરના લોકો 229 છે. કુલ મળી સમગ્ર દાનહ ખાતે 2 લાખ 49 હજાર 126 લોકોએ રસી લઈ ચૂક્યાનો રિપોર્ટ મળી રહ્યો છે.

જ્યારે સંઘપ્રદેશ દમણમાં અત્યરા સુધીમાં 2 લાખથી વધુને કોરોના રસી આપી દેવામાં આવી છે. 18થી વધુ ઉંમરના તમામ યોગ્યતા પ્રાપ્ત રહીશોને 100 ટકા રસીકરણ પુરી કરવામાં આવી છે. બુધવારે દમણ જિલ્લામાં 4 કેન્દ્રો ઉપર 18 થી વધુ ઉંમરના 612 મળી કુલ 1262ને રસી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...