તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સેલવાસમાં બીજા વર્ષે પણ જગન્નાથ રથયાત્રા રદ કરાઇ

સેલવાસ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાઇડ લાઇન મુજબ માત્ર દર્શન કરી શકાશે

અષાઢી બીજના દિવસે સેલવાસમા દરવર્ષે નીકળતી ભગવાન જગન્નાથની 12મી રથયાત્રા આ વર્ષે સંક્રમણને ધ્યાનમાં લઈને બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટીગણ દ્વારા લેવામાં આવેલો છે.માત્ર દર્શનો લાભ ભક્તોને કોવિડ ગાઇડ લાઇનના નિયમ મુજબ મળશે. જગન્નાથ મંદિર સેવા સમિતિ સાયલી લીમ્બારપાડા દ્વારા જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા મહોત્સવ 12જુલાઈથી 20જુલાઈ સુધી મંદિરના પરિસરમા મનાવવામાં આવશે.

આ પાવન પર્વમાં ભક્તજનોને કોવીડ-19ના નિયમના પાલન સાથે દર્શનનો લાભ મળશે.મંદિરના ધાર્મિક કાર્યક્રમમાં 12જુલાઈના રોજ સવારે 6:00વાગ્યે સૂર્યનારાયણ પૂજા,8થી 11વાગ્યા સુધી પંચ દેવતા પુજા અને હવન,11થી 1વાગ્યા સુધી સંસ્કાર વિધિ,બપોરે 1વાગ્યાથી 2:30 સુધી પહડી વિધિ,3વાગ્યાથી 4વાગ્યા સુધી તલ છેરા પહર વિધિ સાંજે 4વાગ્યે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.

જે મંદિર પરિસરમાં જ ફરશે.સાંજે 7:30વાગ્યે મહાઆરતી કરવામાં આવશે 13જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની કથામૃત અને ભજન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઓનલાઇન પ્રસારિત કરવામાં આવશે.20જુલાઈના રોજ સાંજે 4:00વાગ્યાથી 5:00વાગ્યા સુધી બાહુડા યાત્રા,21જુલાઈના રોજ સાંજે 5:00વાગ્યે સોનવેશ દર્શન, 22 જુલાઈના રોજ સાંજે 7:00વાગ્યે અધરપણા અને નીલાદ્રી બીજે.13જુલાઈથી 19જુલાઈ સુધી મંદિરમા ભગવાનના સામે જે પણ ભક્ત ગણ પવિત્ર હવન પુજા કરાવવા માંગતા હોય તેઓએ મંદિરના ટ્રસ્ટી અશોકકુમાર પટેલ,આશિષકુમાર ઠક્કરનો સંપર્ક કરવો.

હાલમાં કોરોના મહામારીના કારણે પ્રસાશન દ્વારા જગન્નાથ ભગવાનની નગરયાત્રા કાઢવાની પરમિશન આપવામાં આવી નથી અને સીમિત લોકોની હાજરીમાં જ મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા ભાઈ બલરામની રથયાત્રા કાઢવામાં આવશે.આ વર્ષે જે લોકોએ જગન્નાથ ભગવાનના દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેઓને જ દર્શનનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...