તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહ ભાજપ:કોંગ્રેસ શાસને લાદેલી કટોકટી લોકતંત્રનો કાળા દિવસ સમાન છે

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇમરજર્ન્સીના 45 વર્ષ પૂર્ણ થતા કાળા દિવસ તરીકે ઉજવણી

સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવ ભાજપના પ્રદેશની અધ્યક્ષતામાં ગુરૂવારે સેલવાસના અટલ ભવન ખાતે ભાજપે કટોકટીના 45 વર્ષ પૂર્ણ થતાં કાળા દિવસ તરીકે ઉજવણીનું આયોજન કરાયું હતું. ભારતમાં 25 જુન 1975 લોકતંત્ર પર સૌથી મોટો હુમલો કરીને દેશમાં આપાતકાલ લગાવવામાં આવ્યો હોવાનું પ્રદેશ ભાજપે જણાવ્યું હતું. શુક્રવારે ઇમરજન્સીના 45 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશ કાળો દિવસ તરીકે ઉજવણી કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે કહ્યું કે, તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશની જનતાના દરેક મૌલિક અધિકારોને નિરસ્ત કરી દીધા હતા. પ્રેસ પર સેન્સરશીપ લાદી હતી.

વિપક્ષના નેતાને જેલોમા બંધ કરી દીધા હતા. દેશની લોકતાંત્રિક અવાજોને દબાવી કોંગ્રેસી સરકાર દ્વારા લોકતંત્રને તાનાશાહીમા બદલવાનો પ્રયાસ કર્યો હતો. દેશમાં લોકતંત્રના ક્રુર દમનનો વિરોધ કરતા સેંકડો સ્વયં સેવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.જેઓએ દેશમાં લોકતંત્ર બચાવવા અને પૂર્ણબહાલ કરવા માટે ભારે કિંમત ચૂકવી હતી. આ પ્રસંગે પ્રદેશ પ્રવક્તા અંકિતા પટેલ, દ્વારિકાનાથ પાંડે, બી.એમ.માછી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...