તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:સંઘપ્રદેશમાં 5 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોનો શ્રેય અહીંના અધિકારીઓને જાય છે: પ્રશાસક

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાનહ દમણ દીવમાં સહયાત્રા અંતર્ગત સંકલ્પ દિવસની ઉજવણી

સંઘ પ્રદેશ દાનહ ડીડી માં સહયાત્રા અંતર્ગત સંકલ્પ દિવસની ઉજવણી કરાઇ હતી.આ ઉજવણી પ્રસંગે પ્રશાસકે ગત 5 વર્ષમાં થયેલા વિકાસનો શ્રેય અધિકારીઓને આપ્યો હતો. દાનહ ડીડી ખાતે દેશની આઝાદીના 75 માં વર્ષ નિમિત્તે સહયાત્રા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

શુક્રવારે સેલવાસ કલા કેન્દ્ર ખાતે સમાપન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પ્રશાસક પ્રફુલ પટેલ પોતાના પ્રાસંગીક ઉદબોધનમાં પ્રશાસક તરીકે સંભાળ્યાના 5 વર્ષમાં દાનહ, દીવ, દમણમાં મેડિકલ કોલેજ,રિંગ રોડ દમણ ખાતે સી ફેસ રોડ તથા દીવ ખાતે થયેલા અનેક વિકાસ કાર્યોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ ઉત્તમ પ્રશાસનિક ટીમ કાર્ય પૂર્ણ કરી શકતું નથી. પ્રદેશમાં થયેલા વિકાસ કાર્યનો શ્રેય પ્રશાસનિક અધિકારી તેમજ કોવિડ મહામારીમાં રાતદિવસ એક કરનાર કોરોના વોર્યિર્સને જાય છે.

કાર્યક્રમમાં પ્રશાસનિક અધિકારીઓ સાથે દમણના સાંસદ લાલુભાઇ પટેલ, જિલ્લા પંચાયતનના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, એસઆઇએ પ્રમુખ અજિત યાદવ તેમજ હોટેલ એસોસિયેશનના પ્રમુખ ઉપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. સેલવાસ દમણ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. અંતમાં સેલવાસ કલેક્ટર સંદીપ કુમાર સીંગે આભાર વિધી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...