તૈયારી:દાનહ લોકસભાની પેટા ચૂંટણીની તૈયારીનો કલેકટરે તાગ મેળવ્યો

સેલવાસ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મત ગણતરી કેન્દ્ર- પોલિંગ સ્ટેશનોની મુલાકાત લીધી

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના લોકસભા બેઠક માટે 30મી ઓક્ટોબરના રોજ થનાર ચૂંટણીની તૈયારીને અંતિમ રૂપ આપવા માટે શનિવારે કલેકટર ડો. રાકેશ મિન્હાસે મતદાન કેન્દ્ર અને પોલિંગ સ્ટેશનોની મુલાકાત લીધી હતી. ત્યાંની વ્યવસ્થાઓને જોઈ, દાદરા નગર હવેલીમાં પહેલીવાર લોકસભાની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

દાનહના સાંસદ મોહનભાઇ ડેલકરના આત્મહત્યા પછી આ લોકસભાની બેઠક ખાલી પડી હતી.\nદાનહવેલી લોકસભા સીટ પર થઈ રહેલા પહેલીવાર પેટા ચૂંટણીમાં 3, 30, 000 મતદાતાઓ મતદાન કરશે. જેના માટે જિલ્લા પ્રશાસનમાં મતદાન કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી છે. મતદાન કેન્દ્રો વધારીને 333 કરી દેવામાં આવ્યા છે.

જિલ્લા અધિકારી ડો. રાકેશ મીંહાસે શુક્રવારે સંબંધિત ચૂંટણી અધિકારી સાથે બેઠકનું આયોજન કરી ચૂંટણી તૈયારીની માહિતી લીધી હતી. કલેકટરે કરાડ પોલીટેકનીક ખાતે મત ગણના કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...