તપાસ:ખેરડીમાંથી યુવતીની લાશ મળી, હત્યાની આશંકા

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા

દાનહના ખેરડી ડોલારા ફણસપાડા ગામેથી અેક યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં ઝાડી નજીકથી મળી આવતા સ્થાનિકોએ બનાવની જાણ પોલીસને કરી હતી. પોલીસે તાત્કાિલક સ્થળ ઉપર પહોંચી લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલ્યા બાદ આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ યુવતીની હત્યા કરાઇ હશે અેવું અનુમાન છે.દાનહના ખેરડી ડોલારા ફણસપાડા ગામેથી એક યુવતિ ઝાડી નજીક પડેલી હાલતમાં જોતા ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

પોલીસે તપાસ કરતા યુવતીના નાકમાંથી લોહી નિકળેલું દેખાઈ રહ્યું હતું.આ યુવતીની આજુબાજુના વિસ્તારમા તપાસ કરતા જાણવા મળેલ કે યુવતી ઉદવા ગામની હોવાની ઓળખ થઇ હતી. પોલીસે લાશનો કબ્જો લઇ પીએમ માટે ખાનવેલ હોસ્પિટલમાં મોકલી છે.લાશની હાલત જોતા એની હત્યા કરાઇ હોવાનું અનુમાન છે. પોલીસે વધું તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...