હત્યા:નરોલીથી ગુમ યુવકની લાશ ઘર નજીકથી મળી આવી, 1 માસ અગાઉ ભેદી રીતે ગાયબ થયો હતો

સેલવાસ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી, બીજી પત્ની-રિક્ષાચાલક પર હત્યાની શંકા

દાનહના નરોલી રોહિત ફળિયામાં રહેતો યુવક અચાનક ગુમ થઇ જતા તેની પત્ની દિયરને લઇ પોલીસ સ્ટેશને પહોંચી હતી અને નરોલીમાં રહેતી એક મહિલા તથા રિક્ષાચાલક દ્વારા જ પતિની હત્યા કર્યા હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી.

દાનહના સેલવાસ ખાતે નરોલી રોહિતવાસ સ્થિત એક ચાલીમાં રહેતા સુંદરલાલ સાકેત મૂળ. રહે. મધ્યપ્રદેશ 18મી ઓક્ટોબરે નરોલીથી અચાનક ગુમ થયા બાદ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. જે બાદ સરીગામ ખાતે રહેતા તેના ભાઈ વિજયે નરોલી પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે સુંદરલાલ નરોલી સ્થિત હાઈટેક કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં સીપીએસ સિક્યુરિટી એજન્સી વતી સિક્યુરિટી સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. 18ઓક્ટોબરના રોજ સુંદરલાલની પત્ની અનસૂયા દેવીએ દિયર વિજયને ફોન કરીને જણાવ્યુ કે સુંદરલાલ જોડે કોઈ જ વાત થઇ નથી રહી અને મોબાઈલ સ્વીચ ઓફ બતાવે છે.

અનસૂયા અને દિયર વિજય જયારે સુંદરલાલના રૂમ પર જઈ જોતા ત્યાં તે મળ્યો ન હતો. પરંતુ ત્યાં એક મહિલા અને બે બાળકો જોવા મળ્યા હતા. લલિતા દેવી નામની મહિલાએ જણાવ્યુ કે તે 18 ઓક્ટોબરે પોતાના ઘરે ઝારખંડ ગઇ હતી અને પરત 19મી ઓક્ટોબરે આવી હતી. જાણવા મળ્યા મુજબ સુંદરલાલની બે પત્નીઓ હતી એક એમપીમા રહેતી હતી અને બીજી અહીં નરોલીમાં બે બાળકો સાથે રહેતી હતી.સુંદરલાલના ભાઈ વિજય અને પરિવારે તેનું અપહરણ અથવા તો હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

મૃતકની ગેરહાજરીમાં દુધવાળો ઘરે આવતો
સુંદરલાલ 5 વર્ષથી બે બાળકની વિધવા માતા લલિતા સાથે કંપનીમાં કામ કરતો હતો. ત્યારે એના પ્રેમમાં પડી તેની સાથે રહેતો હતો. ગાયબ સુંદરલાલની તપાસમાં પડોશમાંથી જાણવા મળ્યું હતું કે તેની ગેરહાજરીમાં દૂધ આપનાર કોઈ રીક્ષા ચાલક ઘરે આવતો અને કલાકો સુધી એના ઘરે રહેતો હતો. સુંદરલાલ ગાયબ થયો છે એની પાછળ રિક્ષાચાલક અને લલિતા દેવીનો હાથ હોવાની શંકા પરિવાર જનો કરી રહ્યા છે.

ભાઇને શોધવામાં પોલીસની ભૂમિકા નિષ્ક્રિય
એક મહિના બાદ મારા ભાઈની ડીકમ્પોઝ થયેલી લાશ એના ઘરથી 400 મીટર દૂરથી મળી છે. અમે પોલીસને અનેક વાર કહ્યું કે, લલિતા અને દૂધ વાળાએ ભાઈનું અપહરણ કર્યું છે પણ પોલીસે અમને દાદ આપી ન હતી. આ કેસમાં પોલીસની ભૂમિકા નિષ્ક્રિય રહી હતી. આખરે લાશ મળતા મને આરોપીની જેમ ઓળખ માટે લઈ ગયા હતા. > વિજય સાકેત, મૃતકનો ભાઈ

અન્ય સમાચારો પણ છે...