કાર્યવાહી:બેંકો પાસે બે મહિનામાં લાખથી વધુ રકમના જમા અને ઉપાડની વિગતો પ્રશાસને મંગાવી

સેલવાસ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકસભાની પેટા ચૂંટણી ને લઇ પૈસાની હેરાફેરી રોકવા કાર્યવાહી

દાનહની પેટા ચૂંટણીને લઇ પ્રશાસને બેંકો પાસે બે મહિનામાં લાખથી વધુ ઉપાડ અને જમાની વિગતો મંગાવાઇ છે. સંઘપ્રદેશ દાનહમાં લોકસભાની બેઠક માટે 30 ઓક્ટોબરે થનારી પેટા ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે નાણાંના આ પ્રયોગને રોકવા માટે ચૂંટણી પંચે આપેલા દિશા નિર્દેશ મુજબ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ ડૉ. રાકેશ મીન્હાસે પ્રદેશની તમામ બેંકો પાસેથી રૂપિયા એક લાખ કરતા વધુની જમા ઉપાડને છેલ્લા બે મહિનાની માહિતી માંગી છે.

એક બેન્ક એકાઉન્ટ માટે આરટીજીએસ મારફત કેટલી વ્યક્તિઓને કરવામાં આવેલા નાણાની ટ્રાન્સફરના સંદર્ભમાં પણ માહિતી મંગાઈ છે. કોઇપણ રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં રૂપિયા એક લાખ કરતાં વધુનો ઉપાડ અને જમાને વિગતો માગવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...