દાનહમાં ભલે 40% જમીન જંગલો માટે આરક્ષિત હોય, પરંતુ કેટલાક વર્ષોથી પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોનું તાપમાન દર વર્ષે વધી રહ્યું છે. જ્યાં સરેરાશ તાપમાન માર્ચ અને એપ્રિલમાં અગાઉ 35થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેતું હતું. હવે તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે પહોંચી ગયું છે. વધતું તાપમાન અને પર્યાવરણમાં આવેલા ફેરફારથી પ્રદેશના અભયારણ્યમાં રહેતા પ્રાણીઓ ઉપર અસર જોવા મળી રહી છે. દાનહ વન વિભાગે વન્ય પ્રાણીઓ માટે વધારાની સુવિધાઓ પુરી પાડી રહ્યું છે.
અભયારણ્યમાં ખોરાક અને પીવાના પાણીની અછત સર્જાઈ છે. લીલો ઘાસચારો સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે. એવી પરિસ્થિતિમાં પ્રાણીઓને ખાવા પીવા માટે કશું જ મળતું નથી. વન્ય પ્રાણીઓની સમસ્યાના નિરાકરણ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાનહ વનવિભાગે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે.
બે તળાવમાં પાણી-લીલો ધાસચારો આપી રહ્યા છે
દાનહ વન વિભાગે પાછલા વર્ષોમાંથી બોધપાઠ લઈને ઉનાળામાં પાર્કના વન્ય પ્રાણીઓ માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી છે. સાતમાલિયા હરણમાં 600થી વધુ હરણ અને કાળા હરણ ઉપલબ્ધ છે. જ્યારે આ જ રીતે લુહારી અભયારણ્યમાં પણ મોટી સંખ્યામાં હરણ સિવાયના પ્રાણીઓને પણ સાચવવામાં આવ્યા છે.> પ્રશાંત એ. ગોપાલન, મુખ્ય વન સંરક્ષક,સંઘપ્રદેશ દાનહ-દમણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.