તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાળ:સાયલીની IMP કંપનીના કર્મીઓની પગાર મુદ્દે હડતાળ

સેલવાસ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેઝિક પગાર વધારવા કલેક્ટરને ઘા

દાનહના સાયલી ગામે આવેલી આઈ.એમ.પી લીમીટેડ કંપનીના કર્મચારીઓ પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા છે પગાર વધારા મુદ્દે કલેક્ટરને પણ લેખિત રજુઆત કરી છે. ઉપરોક્ત કંપનીમાં છેલ્લા 15-20 વર્ષથી કામ કરતા કામદારોનો સરકારી નિયમો અનુસાર બેઝિક પગારમાં વધારો કરવામાં આવેલો ન હોય તેમજ કંપની તરફથી જે પીએફ કાપવામાં આવે છે એ પણ સામાન્ય રકમ કાપવામાં આવે છે.

દર મહિને અમારા પગારમાથી પીએફની રકમ તો કાપી લેવામા આવે છે પરંતુ એને પીએફ એકાઉન્ટમાં છ મહિના પછી જમા કરવામાં આવે છે.8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરાવવામાં આવે છે અને ઓવર ટાઇમના પેમેન્ટમાં પણ ગરબડ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ છેલ્લા પાંચ વર્ષથી ઇન્ક્રીમેન્ટ કરવામાં આવ્યુ નથી. કંપની પ્રબંધન સાથે વાત કરતા તેઓ છ મહિનાનો સમય માંગે છે છતા કોઇ હલ નીકળતો નથી જેથી 4જુને કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા હતા અને કલેક્ટરને આવેદન આપી પ્રશ્નોનો ઉકેલ લાવવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...