રક્ષા કવચ:આજથી દાનહમાં 15થી 18 વર્ષના અંદાજે 15 હજાર બાળકોને કોવેક્સિનની શરૂઆત

સેલવાસ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓમાં વેક્સિનને લઈ ચિંતા, બાળરોગ ચિકિત્સકે જણાવ્યું રસી સુરક્ષિત છે

આજથી 15 થી 17 વર્ષના બાળકોને કોવેક્સિન આપવાની શરૂઆત દાનહ ખાતે કરાય રહી છે એની સાથે અનેક વાલીઓમાં વેક્સિનને લઈ ચિંતા સર્જાય છે એનો જવાબ અપાતા બાળ રોગ ચિકિત્સકે જણાવ્યું રસી સુરક્ષિત છે. પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીએ કોવીડ19ના નવા વેરિયન્ટ ઓમીક્રોનના ખતરાને ધ્યાનમાં રાખી 15થી 17 વર્ષના બાળકોને કોવેક્સિન આપવાની શરૂઆત દેશભરમાં થઇ રહી છે. એની સાથે દાનહ પ્રશાસને પણ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

બીજી તરફ કેટલાક વાલીઓ બાળકોને વેક્સિનને અપાવવી કે નહિ એને લઈ ચિંતામાં છે દિવ્ય ભાસ્કરે આ બાબતે સેલવાસના નામી બાળ ચિકિત્સક ડો. સુનિલદત્ત દરૂ સાથે વાત કરી હતી. જેમણે વાલીઓની ચિંતા અંગે રસી સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.

1. 15 થી 17 વર્ષના બાળકો માટે રસી કેટલી સુરક્ષિત છે ?
જવાબ-
જયારે પણ બાળકો માટે કોઈ વેક્સિનની વાત આવે ત્યારે સરકાર કોઈપણ જાતના બાંધછોડ વગર એની સુરક્ષાની પૂર્ણ ખાતરી કરતી હોય છે. અનેક ટેસ્ટ બાદ વેક્સિન બજારમાં લેવાય છે. કોવેક્સની ઉપયોગમાં લેવાયેલી વેક્સિન છે. ભારતીય બાળ રોગ ચિકિત્સક સહીત તમામ આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞો દ્વારા અનુમતિ અપાય છે. અનેક બાળકોને અપાયા બાદ પૂર્ણ રૂપે સુરક્ષિત હોવાની અનુમતિ અપાય છે.

2. શું બાળકોમાં પણ ટીકાની આડઅસર થાય છે
જવાબ-
ખરેખર આ સુરક્ષિત પ્રકારના ટીકા લીધા બાદ કોઈ મોટી ઘટનાની શંકા નહિવત છે તેમ છતાં અમારી પાસે એક પ્રણાલી હોય છે એઇએફઆઈ ઓબઝર્વેશનમાં રાખતા હોઈએ છીએ જો કોઈ આડ અસર દેખાય તો તુરંત એનો ઉપચાર થતો હોય છે. આડ અસર ટીકાને લઈને તો નથી થઈને આપણે જાણીએ છીએ કે વયસ્કોને રસી અપાય બાદ કેટલાક તાવ આવવો, હાથમાં સોજો જેવી ફરિયાદો આવી હતી પણ ગોળી લીધા બાદ એ ઠીક થઇ જાય છે.

3. ગંભીર બીમારીથી પીડાતા બાળકોએ લેવી જોઇએ ?
જવાબ-
આવા બાળકોને કોવેક્સિન સુરક્ષિત છે. તેમ છતાં જે ડોક્ટર એવા બાળકોની સારવાર કરી રહ્યા છે એમની સલાહ લઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...