તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સેલવાસમાં સિવરેજ કાંડ, 3 કર્મીના મોતની ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે બેદરકારીનો ગુનો

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની પત્નીની ન્યાય માટે ગુહાર - Divya Bhaskar
મૃતકની પત્નીની ન્યાય માટે ગુહાર
  • સિવરેજ લાઈન ચેક કરવા ઉતરતા સુપરવાઈઝર સહિત 3 મજૂરોએ જીવ ગુમાવ્યા હતા

સેલવાસમાં ડોકમરડી ખાતે સીવરેજ લાઈન ચેક કરવા ઉતરેલા એક કામદારને અંદર ગેસથી શ્વાસ રૂધાતાં અન્ય કામદાર બાદ સુપરવાઈઝર પણ નીચે ઉતર્યો હતો. જેમાં ત્રણેયએ શ્વાંસ રૂંધાવાથી જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારીને લઇ ત્રણ પૈકી એક મૃતકની પત્નીએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગુરુવારે સેલવાસના ડોકમરડી આહીર ફળિયા ખાતે નવી સીવરેજ લાઇનનું ટેસ્ટ ચેકિંગ કરાઇ રહ્યું હતું. તે સમયે સિવરેજ લાઇનનું ચેમ્બર ખોલી ઈશ્વર નામક કામદાર લગભગ 20 ફૂટ અંદર ગયા બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતા અંદર જ મોત થયું હતું. જ્યારે બહાર ઉભેલા સાથી કામદાર રાજૂ અને ઇશ્વરના બનેવી જે ધાર્મિક ભાઈ જે ત્યાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા તેઓ પણ ઇશ્વરની પરિસ્થિતિ જોવા માટે નીચે ઉતર્યા હતા. જ્યાં શ્વાસ રૂંધાતા આ બંનેએ પણ જીવ ગુમાવ્યો હતો.

આમ કુલ ત્રણ વ્યક્તિ અંદર ફસાયા હોવાનું જણાઇ આવતા પ્રશાસન પોલીસની ટીમ સાથે સ્થળ ઉપર દોડી આવી હતી અને ત્રણેયને ભારે જહેમત બાદ બહાર કાઢતા તેઓની લાશ મળી આવી હતી. ત્રણેય પૈકી મૃતક કામદાર રાજુ વુનાવાની પત્ની ગોરખીબેને બેદરકારીને લઇ સેલવાસ પોલીસ મથકે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે અમદાવાદના આરોપી કોન્ટ્રાક્ટર જે એન.પી.પટેલના નામે એજન્સી ચલાવે છે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

મૃતકોના પીએમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાતા મોત થયા હોવાનું બહાર આવ્યું છે. કોઇ પણ સુરક્ષા સાધનો વગર સીવરેજ લાઇનમાં ઉતરવાથી ત્રણ જીવ ગયા હોવાનું બહાર આવતા હવે પ્રશાસન આરોપી કોન્ટ્રાક્ટર સામે શું પગલા લે છે તે જોવાનું રહ્યું.

મૃતકોને વળતર આપવાની તજવીજ
બનાવ બાદ સેલવાસ કલેક્ટર સાથે વાતચીતમાં જાણવા મળ્યું છે કે, સીવરેજ પ્લાન્ટમાં ઓન ડ્યૂટી મૃત પામેલા ત્રણેય મૃતકોને પ્રશાસન તરફથી વળતર ચૂકવવાની કામગીરી હાથ ધરી છે.

પ્રશાસન-નપાની ભૂલે ત્રણેયનો ભોગ લીધો
ડોકમરડીમાં ત્રણેય મજૂરના મોત બાદ સિલવાસા પાલિકાના કાઉન્સિલર સુમનભાઇ ટી.પટેલએ કલેક્ટરને લેખિતમાં જણાવ્યું છે કે, સિવરેજ લાઇનની સફાઇ વખતે મજૂરોને સુરક્ષા સાધનો આપવાની કોન્ટ્રાક્ટર, પ્રશાસન અને પાલિકાની પૂરેપૂરી જવાબદારી હતી. પરંતુ તે ન મળતા ત્રણેયએ જીવ ગુમાવ્યો છે. જેથી મૃતકોના પરિવારને યોગ્ય વળતર મળે તેવી અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...