તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:લોકડાઉનમાં બંધ રહેલા ધંધાર્થીઓને સેલવાસ પાલિકાનો વેરામાં 50 ટકા રાહત આપવાનો નિર્ણય

સેલવાસ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોટલ રેસટોરન્ટ સહિત અન્ય વેપાર ધંધા બંધ રહેતા કારોબારીમાં નિર્ણય લેવાયો

સેલવાસ પાલિકા દ્વારા મિલકત વેરામાં શહેરના ધંધાર્થીઓને રાહત આપવાનો ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2020માર્ચમા મહામારીથી સામાન્ય જીવનને માઠી અસર થઇ હતી. લોકોના વેપાર ધંધા લોકડાઉનને કારણે બંધ રહ્યા હતા. વિશેષ દુષ્પરિણામ વેપારીઓ,સંપત્તિધારકો,ઉદ્યોગપતિઓ,હોટલ અને રેસ્ટોરન્ટ,જીમ થિયેટર અને અન્ય નાગરિક ઉપર તેની સીધી અસર પડી છે.

જેઓના કામધંધા આ મહામારીના કારણે બંધ થઇ ગયેલા અને જેઓની સંપત્તિઓ ઉપયોગમાં નહિ આવી. આવા સંજોગોમાં સેલવાસ નગરપાલિકાએ આ દરેક કોમર્સિયલ મિલકત ધારકોને રાહત આપવાના ઉદ્દેશ્યથી પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ,ઉપપ્રમુખ અજય ભાઇ દેસાઈ અને કારોબારી સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય મુજબ દરેક કોમર્સિયલ મિલકત ધારકોને વેરામાં રાહત આપાશે. કોરોના મહામારીના કારણે વર્ષ 2020અને 2021ના વર્ષમા કોઈપણ ભાગનો ઉપયોગમાં નહિ આવેલી એવા મિલકત ધારકોને રાહત થશે.આ લાભ અધિકતમ વેરાના 50ટકા આપવામાં આવશે. મતલબ કે અગર કોઈએ સંપત્તિનો વેરો 100 રૂપિયા પ્રતિવર્ષ છે અને અડધા વર્ષ સુધી ઉપયોગમાં નહિ આવી હોય, તો સીધો 50 રૂપિયાનો રાહત અપાશે.

વેરા માફી માટે હોટલ વ્યવસાયી અને ઉદ્યોગકારો પાલિકામાં અરજી કરવી
હોટલ ઉદ્યોગ, ઉદ્યોગપતિઓ અને અન્ય નાગરિકને અનુરોધ કરવામાં આવે છે કે અગર એમની સંપત્તિ કોરોના મહામારીમાં ઉપયોગમાં નહિ આવી હોય અથવા એનાથી તેઓને કોઈ લાભ ન મળ્યો હોય તો તેઓ એક અરજી સેલવાસ પાલિકાના નામ પર આપે અને એમના સંપત્તિના ઉપયોગમાં ન આવી હોય તેનો કોઈપણ પ્રકારનું પ્રમાણ, જેવુ કે લાઈટબીલ,રજીસ્ટર અને વ્યવસાય સાથે જોડાયેલા દસ્તાવેજ વગેરે લગાવી પાલિકા કચેરીમાં રજુ કરી આ નિર્ણયનો જલ્દીથી જલ્દી લાભ લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...