સેલવાસની એક કંપનીમાં ગત 12 એપ્રિલે કામ કરતા યુવકનો અંગૂઠો અકસ્માતે મશીનમાં આવી જતા કપાઇને છૂટો પડી ગયો હતો.છૂટા પડી ગયેલા અંગુઠા સાથે યુવકને સાથી કર્મીઓએ સર્જનોએ સિવિલમાં યુવકને દાખલ કર્યો હતો. વિનોબાભાવે સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રકટિવ સર્જન ડી.જી.એલ.ચૌધરીનો સંપર્ક કર્યો હતો જેઓએ તાત્કાલિક તપાસ કરી નક્કી કર્યું હતું કે આ અંગૂઠો હાથ સાથે જોડી શકાય એમ છે.
બાદમાં એમણે ડોક્ટરોની ટીમ સાથે ચર્ચા કરી તાત્કાલિક સર્જરી કરી 4 કલાકની મહેનત બાદ પ્લાસ્ટિક સર્જરીથી ઓપરેશન સફળ થયું હતું. આ ઓપરેશનમાં ડો.જી.એલ.ચૌધરી સાથે એનેસ્થેટિસ્ટ ડો.ચિરાગ પરમાર ઓપરેશન થિયેટરમાં કામ કરતા નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ હતું. અગાઉ પણ સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ગુજરાત અને મહારાષ્ટ્રના દર્દીઓના જટીલ ઓપરેશનો કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.