તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ફરી મંગળવારે જંગલની જમીનનું ભૂત ધણધણી ઉઠ્યું હતું. જંગલની જમીનના હક્ક માટે આંદોલનના નેજા હેઠળ 200થી વધારે આદિવાસી અચાનક ધરણાં પ્રદર્શન ઉપર બેસી ગયા હતા. જોકે, હાલમાં કોવિડ ગાઇડ લાઇન મુજબ ઘરણાં પ્રદર્શન સામે પ્રતિબંધ હોવાથી તમામ કાર્યકરોને સેલવાસ પોલીસે ડીટેઇન કર્યા હતા.દાદરા નગર હવેલીના જંગલ જમીન આંદોલનના નેજા હેઠળ આદિવાસીઓને જમીનના હક્ક માટે પ્રસાશનના વિરુદ્ધમા આદિવાસી ભવન નજીક રેલી અને ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.
હાલમાં કોવિદ19ના કારણે ધરણા પ્રદર્શન પર પ્રતિબંધ હોવા છતા આદિવાસી જંગલ જમીનના પ્રતિનિધિઓ દ્વારા રેલી અને ધરણા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેઓને મામલતદાર અને પોલીસની ટીમે અટકાવી તેઓને ડિટેન કરવામા આવ્યા હતા. તમામ પ્રદર્શનકારીની અટકાયત કરીને પોલીસ સ્ટેશન પર લઇ જવામા આવ્યા હતા.
આ સંદર્ભે આરડીસી અપૂર્વ શર્માના જણાવ્યા અનુસાર જે સમયે પ્રધાનમંત્રી આવ્યા હતા ત્યારે તેઓના હસ્તે જંગલ જમીનના પટ્ટાઓ ઘણા બધા આદિવાસીઓને ફાળવી દેવામા આવ્યા છે. જે કોઈના બાકી છે તેઓને માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ જંગલ જમીન આંદોલનના નામે પ્રદેશના આદિવાસીઓને ગુમરાહ કરવામા આવી રહ્યા છે. આજે આંદોલન ચલાવી રહ્યા છે. સંઘપ્રદેશ દાનહમાં લાંબા સમય બાદ ફરી જંગલ જમીનનું આંદોલન થતા જ પ્રશાસન અધિકારીઓ દોડતા થઇ ગયા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.