કામગીરી:સેલવાસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએસનમાં ચૂંટણી સંપન્ન સંજીવ કપૂર પુનઃ અધ્યક્ષ

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગોના હિતમાં રચનાત્મક કાર્યોને વધુ મજબુતાઇથી ઉપાડાશે

દાનહના સેલવાસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન વર્ષ 1973 માં અસ્તિત્વમાં આવ્યું હતું. હાલમાં જ એની સંગઠનાત્મક ચૂંટણી થઈ હતી જે ચૂંટણીમાં સંજીવ કપૂર અધ્યક્ષ બનાવાયા હતાં. જ્યારે અતુલ શાહને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. ઉપાધ્યક્ષના રૂપમાં મહેશ લખવાની, સત્ય સિંહ, રામબિલાસ બીદાદા, આર.એસ સુરાના, રાકેશ સિંહ અને પિંકી ખેમાનીની નિયુક્તિ કરાઇ છે. જ્યારે કે.ટી. પરમાર અને કલ્પેશ સોલંકી સહ સચિવ તેમજ સંયુક્ત સચિવ બનાવાયા છે. સંગઠનના કોષાધ્યક્ષની જવાબદારી વિશ્વાસ ગજરમલને આપી છે.

આ વર્ષ સંગઠનની કાર્યવાહીમાં ક્લાસિક માર્બલના દિપક જૈન, કેમકો ગ્રુપના વિશ્વનાથ, સીએ અશ્વિન અગ્રવાલ, યુનિટ હેડ હેડીલકો ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડના મનીષ વીટી, હુબર ગ્રુપના એસ ટી એમ યાદવને સામેલ કરાયા છે. પોતાની પહેલી બેઠકમાં કાર્યકારણીએ ઉદ્યોગોના હિતમાં મજબૂત રચનાત્મક કાર્યો મજબૂત રોડ, નિર્મળ જળ નિકાસની વ્યવસ્થા વિદ્યુત પ્રદાન જેવા વિવિધ વિષયો ઉપર કાર્યનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...