તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એશિયાની સૌથી જૂની મ્યુનિસિપલ કોર્પોરેશન:દમણ પોર્ટુગીઝના કિલ્લામાંથી સમગ્ર સંઘપ્રદેશનો વહીવટ ચાલે છે, ઇ.સ. 1520માં કિલ્લાનું નિર્માણ થયું હતું

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દમણમાં આવેલા પોર્ટુગીઝ કિલ્લાનો ડ્રોન વ્યૂ - Divya Bhaskar
દમણમાં આવેલા પોર્ટુગીઝ કિલ્લાનો ડ્રોન વ્યૂ

મોટી દમણનો પોર્ટુગીઝ સમયનો કિલ્લો 1.50 કિ.મી.માં ફેલાયેલો છે.જે પોર્ટુગીઝ સમયે પણ આજ કિલ્લામાંથી પોર્ટુગલો સમગ્ર વહીવટ કરતાં હતાં. આજે પણ આજ પોર્ટુગીઝ કિલ્લામાંથી દમણ સહિત અન્ય બે પ્રદેશ દાનહ અને દીવનો પ્રશાસન દ્રારા સમગ્ર વહીવટ(શાસન) ચાલે છે. ઇ.સ. 1520 માં પોર્ટુગીઝ દ્રારા કિલ્લાનું નિર્માણ થયુ હતું. તે સમયે દમણનું નામ દમાવ હતું.પરંતુ સમય જતાં દમાવમાંથી દમણ થયું હતું.

કચેરીમાંથી પોર્ટુગીઝ શાસનમાં નિર્ણયો લેતા હતાં
નાની દમણ અને મોટી દમણની વચ્ચે દરિયાની ખાડી આવેલી છે. ખાડીની એક તરફ મોટી દમણ અને બીજી તરફ નાની દમણ આવ્યું છે. મોટી દમણમાં પોર્ટુગીઝ સમયે જે આજની મ્યુનિસિપાલટીની કચેરી છે. ત્યાંથી સમગ્ર વહીવટીની કામગીરી થતી હતી.આમ ભારતદેશ આઝાદ થયા બાદ પણ મોટી દમણમાં આવેલ પોર્ટુગીઝ કિલ્લામાંથી આજે પ્રશાસન દ્રારા સમગ્ર વહીવટ ચાલી રહ્યો છે. કહેવાય છે કે પોર્ટુગલોએ મોટી દમણ કિલ્લામાંથી દરિયામાં ભોયરૂ બનાવ્યું હતું.જે સમય જતાં પુરાઇ ગયુ હતુ.

મોટી દમણનાં કિલ્લામાં મોટા ભાગની તમામ કચેરી
મોટીદમણ કિલ્લામાં પ્રશાસનની સચિવાયલ } જ્યુડિસિયલ કોર્ટ } ફોરેસ્ટ } શાળા } હોસ્પિટલ } ચર્ચ } એકસાઇઝ } સબરજિસ્ટ્રાર } આર્કોલોજિ } સર્વ ઓફ ઇન્ડિયા } પોસ્ટ ઓફિસ } મ્યુનિસિપાલટી } પીડબલ્યુડી ઓફિસ, સેન્ટ્રલ જેલ અને પ્રશાસનનું ગર્વમેન્ટ હાઉસ સહિતની વિવિધ કચેરીઓ આજે પણ કાર્યરત છે. { તસવીર ; હિમાંશુ પંડ્યા

અન્ય સમાચારો પણ છે...