દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સેલવાસના વિવિધ વિસ્તારોમાં તંબાકુ બનાવટની વસ્તુઓ વેચનાર સામે લાલ આંખ કરતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
એસપી હરેશ્વર સ્વામીના આદેશ અનુસાર સેલવાસ પોલીસ દ્વારા ડોકમરડી,બાવીસા ફળિયા,કિલવણી નાકા ઝંડાચોક અને આમલી વિસ્તારમાં ચાલી રહેલા પાનના ગલ્લાઓ અને ટપરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું જેમાં તંબાકુના બનાવટની વસ્તુઓ જેવીકે ગુટકા, સિગરેટ સહિતની વિવિધ વસ્તુઓ ઝડપી પાડી જપ્ત કરવામાં આવી હતી.જપ્ત કરેલો આ મુદ્દામાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દાનહમાં તમાકું -ગુટકા ઉપર પ્રતિબંધ હોવાથી પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ શરૂ કરાવામાં આવી રહ્યું છે. કારણ કે ,દાનહ સેલવાસના કેટલાક વિસ્તારમાં શાળા- કોલેજ નજીક પણ ગેરકાયદે રીતે તમાકું ગુટકાનું વેચાણ થઇ રહ્યું છે.
ભૂતકાળમાં શાલા કોલેજનાં કેટલાક વિદ્યાર્થીઓ ચોરી છૂપે સિગારેટ અને ગાંજો પીતા ઝડપાયા હતા જે બાદ પોલીસ દ્વારા આવા નશીલા પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે શિકંજો કશ્યો હતો.સમય જતા આ દૂષણ ફરી શરૂ થયાનું કહેવાય છે અને કોરોનાકાળની ત્રીજી લહેર બાદ હવે જ્યારે ફરી શાળા- કોલેજો શરૂ થઇ છે ત્યારે વિદ્યાર્થીઓને આ દૂષણથી વચાવવા પોલીસ તંત્રએ પ્રયાસો શરૂ કર્યા છે જે સરાહનીય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.