તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસાની દસ્તક:દાનહના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદથી ઠંડકનો માહોલ, ચોમાસાની શરૂઆત થઇ હોય તેવી અનુભૂતિ

સેલવાસ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદીનાળા છલકાયા લોકોએ માછલી પકડવાની મઝા માણી

દાનહમાં વરસાદનુ આગમન થયુ હતુ. જેના કારણે કેટલાક વિસ્તારોમા પાણી ભરાઈ ગયા હતા.બાલદેવી અને આજુબાજુના વિસ્તારમા નદીનાળા છલકાતા સ્થાનિક લોકોએ માછલી પકડવાની પણ મઝા માણી હતી.તો કેટલીક જગ્યા પર નાળાના ઉપરથી પાણી પસાર થતા વાહનચાલકોને તકલીફ પડી હતી.

આ વરસાદને કારણે કેટલાક ખેતરો પણ છલકાયા હતા.આ વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ ખેડૂતો ડાંગરની ખેતી માટે ખેડ અને રોપણી તૈયારી ચાલુ કરી દેશે.સેલવાસમા 57એમએમ એટલે કે બે ઇંચથી વધુ વરસાદ પડયો છે.ખાનવેલ વિસ્તારમા 129.6 પાંચ ઇંચથી વધુ વરસાદ સિઝનનો કુલ વરસાદ સેલવાસ 72.6એમએમ,2.85ઇંચ અને ખાનવેલમા 156.6એમએમ, 6.16ઇંચ થયો છે. મધુબન ડેમનુ લેવલ 68.25મીટર પાણીની આવક 5007ક્યુસેક અને પાણીની જાવક 462ક્યુસેક છે. સેલવાસમાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...