હત્યારાની ધરપકડ:નરોલીના સિક્યુરિટી સુપરવાઇઝર હત્યામાં પોલીસે 1ની ધરપકડ કરી

સેલવાસ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1થી વધુ હત્યારાઓ હોવાની શંકા ભાઈએ વ્યક્ત કરી

નરોલીથી મળેલી સિક્યુરિટી સુપરવાઇઝરના હત્યારાની ધરપકડ નરોલી પોલીસે કરી છે. બીજી તરફ એકથી વધુ હત્યારાઓ હોવાની શંકા મૃતકના પરિવારજનોએ વ્યક્ત કરી છે.

ગત 18-10-21 ના દિને દાનહના નરોલી રોહિત ફળીયા ખાતે રહેતા સુંદરલાલ સાકેત (40) અચાનક ગાયબ થયો હતો એની ફરિયાદ એના ભાઈ વિજયે નરોલી પોલીસ મથકે કરી હતી જેને લઈ પોલીસ તાપસ ચાલી રહી હતી. એ દરમ્યાન સુંદરલાલના ઘરથી લગભગ 400 મીટર દૂર એક આંબા વાડીમાં સુંદરલાલની ડિસપોઝ થયલી લાશ મળી આવી હતી. જોકે હજુ પીએમ રિપોર્ટ આવ્યો નથી તેમજ એનું ડીએનએ ટેસ્ટ કરાયું નથી.

પોલીસ તપાસમાં દૂધ વેચનારો રિક્ષા ચાલાક પ્રમોદ ગંભીરસિંહ સોલંકી મૂળ રહેવાસી વડ ફળિયા નરોલીનો રહીશ હોવાનું જાણવા મળી રહ્યું છે જેની પૂછપરછ હાલ પોલીસ કરી રહી છે. સુંદરલાલના અંતિમ સંસ્કાર ગત રવિવારે કરાયા હતા. જેમાં એની પત્ની અનસૂયાદેવી, ભાઈ વિજય તેમજ એની માતા ઉપસ્થિત રહી હતી. આ પરિવાર છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી સુંદરલાલની શોધખોળમાં લાગ્યા હોય એમની પાસે પરત મધ્ય પ્રદેશ જવા માટે રૂપિયા ન હોય એ જોતા સિક્યુરિટી સીપીએફ કંપનીએ અનસૂયા દેવીને 10 હજારની આર્થિક મદદ પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...