તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:PMનો દાનહની 4520 SHG બહેનો સાથે આત્મનિર્ભર નારી શક્તિ સંવાદ

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન સંવાદમાં એસએચજી બહેનોની પ્રશંસા કરી

અમૃત મહોત્સવના ઉપલક્ષમાં જિલ્લા પંચાયત સીઈઓ અને એનઆરએલએમ પ્રોજેક્ટ ડાયરેક્ટરના નિર્દેશન અને માર્ગદર્શનમાં દાનહમાં નારી શક્તિ સંવાદ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત અને દરેક ગ્રામ પંચાયતો પર એનઆરએલએમ સ્ટાફ દ્વારા લાઈવ ટેલિકાસ્ટ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ દાનહની 4520એસએચજી બહેનો અને અન્ય રાજ્યો સાથે આત્મનિર્ભર નારીશક્તિ સંવાદથી સ્વંયમ સહાયતા ગ્રુપની બહેનોને પ્રેરિત કરતા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે જોડાયેલી દરેક શિલાઓને ધન્યવાદ આપ્યા હતા.

આજીવિકાના સાધનને પ્રાધાન્ય આપી એના માધ્યમથી મહિલા દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યા છે એના અંગે અથવા એસએચજી બહેનો જે પોતાનો ઉદ્યોગ સફળતા પૂર્વક કરી રહી છે એવી મહિલાઓ સાથે વાતચીત કરી અન્ય શિલાઓને પણ આ મિશનમાં જોડાવા અનુરોધ કર્યો. જેથી તેઓ પણ અન્ય મહિલાની જેમ આત્મનિર્ભર બને અને એમની સફળતા પર પ્રધાનમંત્રીએ પ્રસંશા કરી.

અને દરેક એસએચજી શિલાઓને મુદ્રા લોન યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો જેથી તેઓ પોતાનો નાનું મોટો ઉદ્યોગ કરી પોતાના પરિવારનુ પાલનપોષણ કરી શકે અને આત્મનિર્ભર સશક્ત મહિલા ના રૂપે સમાજમાં ઉભરી આવે અને દરેક રાજ્યની શિલાઓને રોજગાર માટે 1600કરોડ રૂપિયાનું બજેટની ઘોષણા પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...