અકસ્માત:નરોલી રોડ પર વન વિભાગની કારની ટક્કરે રાહદારીનું મોત

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાય આવી જતા સ્ટેઇરીંગ પરથી કાબૂ ગુમાવતા બનાવ

સેલવાસ નરોલી રોડ પર ભિલાડ તરફ જઈ રહેલ સ્કોર્પિયો સામે અચાનક ગાય આવી જતા ગાડી કાબુ મા ન રહેતા રસ્તા પરથી પસાર થતા એક કામદાર સાથે અથડાઇ હતી ગંભીર ઇજાના કારણે કામદારનું સ્થળ પર મોત થયું હતુ.

દાનહ વનવિભાગના અધિકારીની સ્કોર્પિયો જીપ નંબર ડીડી-03-વાય-0015લઇ વાપી રેલવે સ્ટેશન પર જઈ રહી હતી ત્યારે નરોલી રોડ જુના કટારીયા શોરૂમ નજીક અચાનક ગાય આવી જતા ડ્રાઇવરે જોરમાં બ્રેક મારતા કંટ્રોલ ન રહેતા જીપ આખી જગ્યા પર વિરુદ્ધ સાઈડ પર ફરી ગઇ હતી અને નજીકમાં ગટરલાઇનમાં ફસાઈ ગઇ હતી એ દરમ્યાન ત્યાંથી પસાર થતા એક કંપનીમાં કામ કરતો કામદાર સુજીતકુમાર ઉ.વ.27 રહેવાસી અથાલ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો જેને ટક્કર લાગતા ગંભીર ઇજા થતા એનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસની ટીમ અને વનવિભાગના અધિકારીઓ પહોચી ગયા હતા.સેલવાસ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નરોલી રોડ પર રખડતા ઢોરો અંગે વારંવાર વિવિધ સંસ્થાઓ અને પંચાયત દ્વારા કલેક્ટરને અને જીલ્લા પંચાયતને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...