તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:સેલવાસમાં પરિણીતાએ ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું, માનસિક બીમાર હતાનું સભ્યોનું નિવેદન

સેલવાસ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સેલવાસ પ્રમુખ ગાર્ડનમાં પરિણીતાએ ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરે લગભગ 1 વાગ્યાના સુમારે પ્રમુખ ગાર્ડન માં રહેતી નીલાબેન જોગરામ ચૌધરી (34) પોતાના રૂમમાં ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવી હતી મળેલ માહિતી મુજબ બપોરના સમયે મૃતક નો 14 વર્ષનો દીકરો બાજુના રૂમમાં હતો

જ્યારે એણે એની માતા નીલાબેનનો રૂમનો દરવાજો ખખડાવ્યો એ સમયે કોઈ જવાબ ન મળતા દીકરાએ બાલકની દ્વારા એની મમ્મીની રૂમમાં ગયો હતો ત્યાં એને નીલાબેનને લટકેલી હાલતમાં જોયા હતા પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે નીલાબેન ગણા સમયથી માનસિક બીમાર છે વધુ તપાસ સેલવાસ પોલીસે હાથ ધરી છે.સંઘપ્રદેશ સેલવાસમાં આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ઘરેલુ ઝગડાના કારણે લોકો આવેશમાં આવીને ન ભરવાનું પગલુ ભરતા હોય છે. આવા કિસ્સાઓ અટકાવવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...