તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:દાનહમાં છેલ્લા 13 વર્ષથી 302 શિક્ષકોને કાયમી ન કરાતા રોષ, નિયુક્ત 437માંથી 103શિક્ષકોને રેગ્યુલર કરવામા આવ્યા

સેલવાસ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઓલ ઇન્ડિયા આદિવાસી એમ્પ્લોય ફેડરેશન દ્વારા દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં છેલ્લા 13 વર્ષથી નિયુક્ત કરાયેલા 437 શિક્ષકો પૈકી 302 શિક્ષકોને હજુ સુધી કાયમી કરવામાં ન આવતા એખબારી યાદી જાહેર કરી રોષ વ્યક્ત કર્યો છે. દાનહમાં શિક્ષણ વિભાગે વર્ષ 2006-07માં 437 પ્રાથમિક શિક્ષકોની નિયુક્તિ કરી હતી જેંમાંથી વર્ષ 2008માં 39 શિક્ષક અને 2010માં 64 શિક્ષકોને કાયમી કરવામાં આવેલા.આમ 103 શિક્ષકોને ત્રણ વર્ષની અંદર જ કાયમી કરવામાં આવ્યા હતા.જ્યારે બાકીના 302શિક્ષકોને અત્યાર સુધીમાં કાયમી કરવામાં આવેલા નથી.દરેકની એકસાથે નિયુક્તી થયેલી છતા પણ 302શિક્ષકો સાથે ભેદભાવ કરાઇ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.ભારત દેશના સંવિધાનની સૂચિ 16મુજબ સમાન હક્ક અને સમાન હક અને અધિકારના ભાગ છે.આ 302શિક્ષકોને 14વર્ષ થઇ ચુક્યા છે છતાપણ સમાન હક્ક અને અધિકારનો ન્યાય નહિ આપવામાં આવી રહ્યો છે જે બાબતે પ્રશાસન અને સત્તાધિસોને જવાબદાર ગણી રોષ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો