ચૂંટણી:ધનતેરસે મહાલક્ષ્મી કોના ઉપર કૃપા વરસાવશે ? દાનહ લોકસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિવસેના અને ભાજપના ઉમેદવાર વચ્ચે પાતળી સરસાઇથી રિઝલ્ટ આવવાની સંભાવના

સંઘપ્રદેશ દાનહની લોકસભાની પેટા ચૂંટણી 30 ઓક્ટોબરના રોજ મતદાન પછી 2જી નવેમ્બર મંગળવારે મત ગણતરી થશે. ચાર ઉમેદવાર સાંસદની બેઠક માટે ચૂંટણી લડ્યા હતા જોકે, ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત અને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર વચ્ચે સીધો મુકાબલો છે. સેલવાસના કરાડ સ્થિત પોલી ટેકનીક કોલેજમાં સવારે 08:30 કલાકથી મત ગણતરી શરૂ થશે. અંદાજે બપોર 12 વાગ્યા સુધી મતગણતરી પૂર્ણ થઇ જશે. દાનહની લોકસભા સીટ પર મોહનભાઈ ડેલકર બે વાર હાર્યા પછી સાતમી વખત લોકસભા સીટ પર ઐતિહાસિક જીત નોંધાવી હતી.

જોકે, ગત ફેબ્રુઆરી માસમાં તેમણે મુંબઈમાં આત્મહત્યા કરી લીધી હતી. જેથી લોકસભા સીટ પર પેટાચૂંટણી કરવી પડી હતી. લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપના અનેક કેન્દ્રીય મંત્રી તેમજ ગુજરાત તથા મહારાષ્ટ્રના નેતાઓ મોટી સંખ્યામાં ભાજપાના ઉમેદવારના પ્રચાર માટે દાનહમાં પધાર્યા હતા. શિવસેના પણ પાછળ રહી ન હતી તેઓએ પણ પોતાના શિવસેનાની ફોજ મોકલાવી હતી. હવે બે નવેમ્બરે કોની દિવાળી થશે એ બંધ પેટીઓ ખોલીને ખબર પડે છે.

અન્ય સમાચારો પણ છે...